GSTV

તમને લખપતિ બનાવી શકે છે આ 2 ઈંચનો દેડકો, મિનિટોમાં કોઈપણ વ્યક્તિને સુવડાવી શકે છે મોતની ઊંઘ

શું તમે દુનિયાના સૌથી ઝેરી દેડકા વિશે જાણો છો? આ દેડકાની દુનિયાભરમાં તસ્કરી હોય છે. એક દેડકામાં એટલું ઝેર હોય છે કે, તે 10 માણસને મોતની ઊંઘ સુવડાવી શકે. આ પ્રજાતિના એક દેડકાની આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટમાં કિંમત 2 હજાર ડોલર એટલે કે, લગભગ 1.50 લાખ રૂપિયા છે. તો આવો જાણીએ આ ક્યાં દેડકા છે? તેની તસ્કરી શા માટે હોય છે? હવે તેમને બચાવવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે.

લુપ્તપ્રાય પ્રજાતિનો દેડકો

દેડકાની આ પ્રજાતિનું નામ છે પોયજન ડાર્ક દેડકો. આ એક લુપ્તપ્રાય પ્રજાતિનો દેડકો છે. સામાન્ય રીતે આ દેડકો પીળા અને કાળા રંગના હોય છે. કેટલાક લીલા-ચમકદાર નારંગી રંગ અને કેટલાક નીલા-કાળા રંગના પણ હોય છે. આ દેડકાના ઝેરના કારણે તેની આખી દુનિયામાં તસ્કરી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ દેડકાની લંબાઈ 1.5 સેન્ટીમીટર હોય છે, પરંતુ કેટલાક 6 સેન્ટીમીટર સુધી મોટા થઈ જાય છે. સરેરાશ વજન 28 થી 30 ગ્રામ હોય છે, પરંતુ તેમની અંદર હાજર થોડુ પણ ઝેર 10 માણસોને મોતને ઘાટ ઉતારી શકે છે.

નર દેડકો જ પોતાના ઈંડાનું ધ્યાન રાખે

પોયઝન ડાર્ક દેડકો મૂળ રૂપથી બોલિવિયા, કોસ્ટારિકા, બ્રાઝીલ, કોલંબિયા, ઈક્વાડોર, વેનેજુએલા, સૂરીનામ, ફ્રેંચ ગુએના, પેરૂ, પનામા, ગુયાના, નિકારુગુઆ અને હવાઈના ટ્રોપિકલ જંગલોમાં મળે છે. નર દેડકો જ પોતાના ઈંડાનું ધ્યાન રાખે છે. તેને પાંદડા, અથવા લીલી સપાટી પર છુપાવીને રાખે છે. પોયજન ડાર્ક દેડકાના 424 નાના દેડકા હાલમાં જ બગોટાના અલ-ડોરાડો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફરી બેગમાંથી નીકળ્યા. તેમાંથી દરેક દેડકાની કિંમત 2 હજાર ડોલર હતી એટલે કે, 1.50 લાખ રૂપિયા. તેમાંથી કેટલાક દેડકા બેજાન હતા, પરંતુ બધા ઝેરી હતા.

સંકટરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા

જર્મની સ્થિત હમ્બોલ્ટ ઈંસ્ટીટ્યૂટના રિસર્ચર્સનું માનવું છે કે, કોલંબિયામાં 200 એંફીબિયંસ એટલે ઉભયચર પ્રજાતિયોને લુપ્તપ્રાય અથવા સંકટરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. તેમાંથી વધારે દેડકા છે. પોયજન ડાર્ટ દેડકા પણ સામેલ છે. તેનો રંગ અને ઝેર જ તેને બેશકીમતી બનાવે છે. આ દેડકાને બચાવવાનો પ્રયાસ 16 વર્ષથી કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેની તસ્કરીમાં કોઈ ખામી આવી નથી. પોયજન ડાર્ટ દેડકો અને તેનાથી સંબંધિત પ્રજાતિયોને બચાવવા માટે કોલંબિયામાં કોમર્શિયલ બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કરાવવામાં આવ્યો. જેથી આ જીવોને પણ બચાવી શકાય.

મોટો ભાગ પોયજન ડાર્ટ દેડકાનો હતો

ઘણા સંઘર્ષ બાદ આ બ્રીડિંગ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2011માં પીળી ધારિયોવાળા ઝેરી પોયજન ડાર્ટ દેડકાને લીગલી એક્સપર્ટ કરવાની મંજૂરી મળી. વર્ષ 2015 સુધી આ દેડકાની મળતી ત્રણ વધુ પ્રજાતિયોને એક્સપોર્ટની મંજૂરી મળી. હવે આ બ્રીડિંગ સેન્ટરમાં સાત પ્રજાતિયોમાં દેડકાનું પ્રજનન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેને અમેરિકા, યૂરોપ અને એશિયામાં મોકલવામાં આવે છે. હાલમાં જ સ્ટડી કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2014થી 2017ની વચ્ચે અમેરિકામાં મંગાવવામાં આવેલ વિવિધ પ્રકારના દેડકામાંથી મોટો ભાગ પોયજન ડાર્ટ દેડકાનો હતો. આ દેડકાના ઝેરનો ઉપયોગ દવાઓમાં કરવામાં આવે છે. તેના ઝેરથી દર્દનિવારક દવાઓ બનાવવામાં આવે છે.

દવાઓમાં તેનો ઉપયોગ સુરક્ષિત રીતથી કરી શકાય

પોયજન ડાર્ટ દેડકામાંથી નીકળેલ ઝેરથી બનાવવામાં આવેલી દર્દ નિવારક દવાઓની અસર મોર્ફિનથી 200 ગણી વધારે હોય છે. તેથી અત્યાર સુધી આ દર્દ નિવારક દવાઓનું ક્લીનિકલ ટ્રાયલ જ ચાલી રહ્યું છે. કારણ કે, તેના ઝેરથી 10 થી 20 માણસ અથવા 10 હજાર ઉંદર મારવામાં આવે છે. તેના ઝેરની તીવ્રતાને ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી દવાઓમાં તેનો ઉપયોગ સુરક્ષિત રીતથી કરી શકાય છે.

READ ALSO

Related posts

ઉત્તર ગુજરાત/ નીતિન પટેલનો ગઢ જીત્યા બાદ વધુ બે નગરપાલિકામાં કમળ ખીલ્યુ, જાણો કેટલી બેઠકો સાથે થયો વિજય

Bansari

સુરત મનપામાં રંગ રાખ્યા બાદ એક વાર ફરી ‘આપ’ના શ્રી ગણેશ, સૌરાષ્ટ્ર, સુરત અને સાબરકાંઠામાં હાંસલ કરી 46 બેઠકો

Pravin Makwana

Instagramએ લોન્ચ કર્યુ નવું ફીચર, મળશે આટલા લોકો સાથે લાઈવ બ્રોડકાસ્ટની સુવિધા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!