GSTV
Home » News » વિશ્વની સૌથી મોંઘી દવા બજારમાં આવી, કિંમત જાણશો તો રહી જશો દંગ

વિશ્વની સૌથી મોંઘી દવા બજારમાં આવી, કિંમત જાણશો તો રહી જશો દંગ

યુએસ ડ્રગ મેકરે અત્યાર સુધીની સૌથી મોંધી દવાને મંજુરી આપી છે. એક દુર્લભ સ્પાઈનલ મસ્ક્યુલર એ – ટ્રાપી દવાને USFDAએ મંજુરી આપી દીધી છે. ૧૦ હજારમાંથી એક બાળકને સ્પાઈનલ મસ્કયુલર એ ટ્રાપી ડિસિસ હોય છે અત્યારે સુધીમાં તેનો કોઈ ઈલાજ નહતો. દર મહિને કેટલાક બાળકો આ બિમારીમાં મૃત્યુ પામે છે.

જિનેટિકલ મોડિફિકેશનથી થનારી આ બિમારીની દવા બનાવવામાં સફળતા મળી છે પરંતુ આ વિશ્વની સૌથી મોંધી દવા છે. ૧૦ દિવસ પહેલા જ બજારમાં આ દવા મુકવામાં આવી છે. જેના એક ઈન્જેક્શનની કિંમત આશરે રૂ.૧.પ કરોડ આંકવામાં આવે છે. રિસર્ચ કંપનીના ડોક્ટરે દાવો કર્યો છે જેમ આ દવા બજારમાં જશે અને લોકો સુધી પહોંચે તેમ તેની કિંમતમાં ઘટાડો થશે.

મહત્તવની વાતએ છે કે, જેનેટિકલ સંબંધિત દવાઓમાં અત્યાર સુધી સફળતા મળી નથી. પરંતુ હવે આ સફળતા પછી રેર ડિસિસ દવાઓ ઉપર પણ કાર્ય શરૂ થઈ શકે છે. આ દવાનનું વેચાણ સ્વિસ ડ્રગ મેકર નોર્વેલટીસ દ્વારા કરવામાં આવે છે. આ સારવાર ખામીયુક્ત જનીને લક્ષ્ય બનાવે છે જે બાળકના સ્નાયુને નબળા બનાવે છે, જેને તેઓ ખસેડવામાં અસમર્થ બને છે. અને અંતે ગળી જવા અથવા શ્વાસ લેવામાં અસમર્થ બને છે.

દર વર્ષે અમેરિકામાં આવી બિમારી ધરાવતા ૪૦૦ બાળકો જન્મે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આ સારવાર માટે મંજુરી આપી છે જેને ઝોલ્જેન્સ તરીકે ઓળખવામાં આવે છે. બે વર્ષથી ઓછી ઉમરના બાળકને આનુવંશિક પરિક્ષણ દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે. આવા ત્રણ પ્રકારના રોગ હોય છે જેની સારવાર માટે એક વખતમાં એક કલાક લાગે છે. નોવેલ્ટીસે જણાવ્યુ કે પ્રતિ વર્ષ ૪,રપ,૦૦૦ ડોલરની ચુકવણી કરવામાં આવે છે જો ટ્રીટમેન્ટ કાર્યમાં સફળતા નહિં મળે તો નાણા પરત આપવામાં આવશે. અન્ય એક મેડિસિનને અમેરિકામાં મંજુરી આપવામાં આવી છે જેનું નામ સ્પિન્રાઝ છે. જેની દર ચાર મહિને એક વખત ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. સ્પાઈનેજાનું ઉત્પાદન બાયોજેને કર્યુ છે જેની કિંમત પ્રથમ વર્ષે ૭,પ૦,૦૦૦ ડોલર આંકવામાં આવે છે તે પછી પ્રતિ વર્ષ ,૩,પ૦,૦૦૦ ડોલર વસુલવામાં આવે છે.

READ ALSO

Related posts

અક્ષર પટેલના ૬૩ બોલમાં ૮૧* છતાં વિન્ડિઝ-એનો વન ડેમાં પાંચ રનથી વિજય

Mayur

સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં પ્રવેશી : હવે યામાગુચી સામે ટકરાશે

Mayur

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!