સામે આવી ‘દુનિયાની સૌથી સુંદર મહિલાની સચ્ચાઈ, લોકો તેને સમજે છે સાઉદી અરબની રાણી’

ઈન્ટરનેટ પર તમે આવી કોઈ પોસ્ટ કે ફોટોગ્રાફ જોયા હશે તો તમે કંઈ જ વિચાર્યા વગર આગળ શેર કરી દીધા છે. સામાન્ય રીતે તેની સચ્ચાઈ જાણ્યા વગર લોકો આવું જ કરે છે, આ મહિલાના ફોટોગ્રાફ પણ તમે સોશિયલ મીડિયા પર ઘણી વાર જોયા હશે. તેને દુનિયાની સૌથી સુંદર મહિલા પણ બતાવવામાં આવે છે. ઘણાં લોકો આ મહિલાને સાઉદી અરબની રાણી પણ કહે છે, પરંતુ સ્થિતી કંઈ જુદી જ છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ મહિલાનું નામ ફાતિમા કુલસુમ જોહર ગોદાબરી બતાવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છેકે, ન્યૂઝ વેબસાઈટ્સે પણ આ મહિલાની સચ્ચાઈ જાણ્યા વગર તેને શેખ અબ્દી અલ મોહમ્મદની પત્ની બતાવી દીધી છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ બધી વાતો એકદમ ખોટી છે. ઘણાં લોકો તેને ઓમાનના સુલ્તાનની વહુ કહે છે તો કોઈ તેને સાઉદી શેખની પત્નિ સમજે છે, પરંતુ કોઈએ સત્ય જાણવાની કોશીશ નથી કરી. ઈન્ટરનેટ સેંશેશન બનેલી આ મહિલાના ફોટોનું સત્ય બીજું જ કંઈ છે.

હકીકતમાં આ મહિલાનું નામ શાયમા અલ-હમ્માદી છે. ઓમાનમાં રહેતી શાયમા પરણિત છે, પરંતુ તે કોઈ સાઉદી શેખની પત્નિ કે સાઉદી અરબની રાણી નથી પરંતુ તે એક ફેમસ ટીવી હોસ્ટ છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં પણ શાયમાના ફોટો લોકોએ શેર કર્યા છે.
શાયમા હાલમાં કતારના એક ન્યૂઝ ચેનલમાં એંકરીંગ કરે છે. તેણે ઓમાનનાં એક સરકારી ન્યૂઝ ચેનલ ‘સલ્તનત ઓફ ઓમાન ટીવી’ પર સૌ પ્રથમ એક શો હોસ્ટ કર્યો હતો. શાયમા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter