આ છે દુનિયાનો સૌપ્રથમ સેટેલાઇટ સ્માર્ટફોન, જાણો ફીચર્સ

અત્યાર સુધી તમે સુરક્ષા એજન્સીઓ વગેરેને સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરતા સાંભળ્યા હશે, પરંતુ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મોબાઈલ સેટેલાઇટ કંપની Thurayaએ દુનિયાનો પ્રથમ એવો સેટેલાઇટ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે, જે એન્ડ્રોઈડ પર કામ કરે છે. આ સ્માર્ટફોન ખૂબ જ ખાસ છે અને આ સ્માર્ટફોનનું નામ X5 Touch છે, જે ડ્યૂઅલ સિમ ફન્શનૈલિટીની સાથે આવે છે. જેમાં એક સિમ 2જી/3જી/4જી નેટવર્કને સપોર્ટ કરે છે અને બીજુ સિમ સેટેલાઇટને સપોર્ટ કરે છે.

આ હેન્ડસેટને લઇને કંપનીએ માહિતી આપી છે કે આ સેટેલાઇટ ફોનને 160 દેશોમાં રજૂ કરવામાં આવશે. આ સ્માર્ટફોનને કોઇ પણ વ્યક્તિ ખરીદી શકશે.

X5 Touch કિંમત આ સ્માર્ટફોનની કિંમત EUR 999 લગભગ (81,000) રૂપિયા છે અને તેનું વેચાણ ડિસેમ્બરથી શરૂ થશે. તો બ્રિટનની માર્કેટમાં આ હેન્ડસેટ જાન્યુઆરીના અંતમાં મળવાનું શરૂ થશે. ભારતીય માર્કેટમાં આ ફોનને ક્યારે લાવવામાં આવશે તેની જાણકારી હજી સુધી મળી નથી.

જાણો શું છે ફીચર્સ

X5 Touch સ્પેસિફિકેશન્સમાં X5 Touchમાં 5.2 ઈંચની 1080p આઈપીએસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સેટેલાઇટ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 7.1 નૉગટ પર કામ કરે છે. ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 625 ચિપસેટ આપવામાં આવી છે. સાથે જ ફોનમાં 2 જીબી રેમ અને 16 જીબી ઈન્ટરનેલ સ્ટોરેજ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

પાવર આપવા માટે ફોનમાં 3800 એમએએચની બેટરી આપવામાં આવી છે. આ સિવાય આ ડિવાઇસ IP67 વોટર એન્ડ રેજિસસ્ટેન્ટની સાથે આવે છે. એટલેકે યૂઝર આ ફોનનો ધૂળ અને પાણીમાં પણ સારો ઉપયોગ કરી શકે છે. આ ફોનને MIL-STD-810 સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને તેનો વજન 262 ગ્રામ છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter