GSTV
Gujarat Government Advertisement

44MP સેલ્ફી કેમેરાવાળો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન ભારતમાં આ દિવસે થશે લોન્ચ, 20 મિનિટમાં થઈ જશે ચાર્જ

Last Updated on February 15, 2020 by Ankita Trada

ચીની સ્માર્ટફોન મેકર Oppo એ શુક્રવારે જાહેરાત કરી છે કે, કંપનીના બહુપ્રતિક્ષિત Reno 3 Pro સ્માર્ટફોનને ભારતમાં 2 માર્ચના રોજ લોન્ચ કરવામાં આવશે. કંપનીએ લોન્ચ ડેટાની પુષ્ટી પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરી આપી છે. સાથે જ કંપનીએ આ ડિવાઈસ માટે ભારતમાં એક ડેડિકેટેડ લેન્ડિંગ પેજ પણ ક્રિએટ કર્યું છે.

લેન્ડિગ પેજમાં Oppoએ કહ્યુ છે કે, Remo 3 Pro 44MP ડ્યુઅલ પંચ-હોલ કેમેરાવાળો દુનિયાનો પ્રથમ ફોન છે. આ સ્માર્ટફોનને હાલમાં જ એમેજોન ઈન્ડિયા અને ફ્લિપકાર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો છે. તેથી ખુલાસો થાય છે કે, આ સ્માર્ટફોન લોન્ચ થયા બાદ બંને ઈ-કોમર્સ વેબસાઈટ પર મળશે.

તમને જણાવી દઈએ કે, Oppo Reno 3 Pro ને છેલ્લા વર્ષે ડિસેમ્બર મહિનામાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. Oppo Reno 3 Pro માં પંચ હોલની સેલ્ભી કેમેરા અને 90 Hz રિફ્રેશ રેટની સાથે 6.5 ઈંચ OLED પેનલ પણ મળે છે. આ પેનલમાં લેગ અને બેટર ગેંમિંગ માટે 180Hz ટચ ડિટેક્શન રેટ પણ આપવામા આવ્યુ છે. સાથે જ અહીંયા HDR10+ નો સપોર્ટ મણ મળે છે.

Pro વર્ઝનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 765g પ્રોસેસર આપવામાં આવ્યુ છે. Reno 3 પ્રથમ સ્માર્ટફોન છે, જેમાં Meditekનો નવો Dimensity 1000L પ્રોસેસર આપવામાં આવ્યુ છે.

Reno 3 Pro ની બેટરી 4,025mAh ની છે. આ 30v નો VOOC 4.0 સપોર્ટ આપવામાં આવ્યુ છે. કંપનીના દાવા પ્રમાણે, આ સપોર્ટની સાથે 20 મિનિટમાં જ સ્માર્ટફોનને 0 થી 50 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મેડિકલ આસિસ્ટન્ટ માટેની 5 હજાર જગ્યાઓ પર પડી ભરતી, જાણો ક્યાં અને કેવી રીતે કરી શકશો એપ્લાય

Dhruv Brahmbhatt

ફ્રી ગિફ્ટના લોભમાં બેઠા બેઠા બની જશો ફ્રોડનો શિકાર! એસબીઆઈની આ ચેતવણીને હળવાશથી ન લેતાં

Vishvesh Dave

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!