GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

દુનિયાની પહેલી સોનાની હોટલ, જ્યાં નજર કરશો ત્યાં બસ સોનું જ સોનું! અહીં રોકાવા લોન લેવી પડે એટલું છે એક રાતનું ભાડુ

સોનાનીની હોટલ

દુનિયાની પહેલી સોનાનીની હોટલ વિયતનામની રાજધાની હનોઈમાં ખુલી છે. અહીં દરવાજા, કપ, ટેબલ, બારીઓ, નળ, વોશરૂમ, ભોજન માટેના વાસણો દરેક વસ્તુ સોનાની છે. 2 જુલાઈ એટલે કે ગુરુવારે આ હોટલની ઓપનિંગ થઈ છે. આ હોટલનું નામ છે હોલ્સે હનોઈ ગોલ્ડન લેક (Dolce Hanoi Golden Lake). આ હોટલમાં ગેટથી લઈને કોફી કપ સુધી દરેક વસ્તુઓ સોનાની બનેલી છે.

સોનાનીની હોટલ

આ એક ફાઈવ સ્ટાર હોટલ છે. જે 25 માળની બનાવવામાં આવી છે. આ હોટલમાં 400 રૂમ છે. હોટલની બહારની દિવાલો લગભગ 54 હજાર વર્ગ ફિટ ગોલ્ડ પ્લેટેડ ટાઈલ્સથી બનાવવામાં આવી છે.

સોનાનીની હોટલ

હોટલના સ્ટાફનો ડ્રેસ કોડ પણ રેડ અને ગોલ્ડન રાખવામાં આવ્યો છે. લોબીમાં ફર્નીચર અને બીજી દરેક વસ્તુઓમાં સોનાની કારીગરીનું કામ કરવામાં આવ્યું છે.

સોનાનીની હોટલ

વોશરૂમમાં બાથટબ, સિંક, શાવરથી લઈને દરેક એક્સેસરીઝ ગોલ્ડન છે. બેડરૂમમાં પણ ફર્નીચર અને દરેક સામાન પર ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવી છે.

સોનાનીની હોટલ

છત પર ઈન્ફિનિટી પુલ બનાવવામાં આવ્યા છે. અહીંથી હનોઈ શહેરનો સુંદર નજારો જોઈ શકાય છે. આ છતની દિવાલો પર પણ ગોલ્ડ પ્લેટેડ ઈંટો લગાવવામાં આવી છે.

સોનાનીની હોટલ
સોનાનીની હોટલ

પહેલા દિવસે મહેમાનોએ તેમાં જ પોતાની રૂચિ બતાવી. તેની દિવાલો અને શાવર પણ ગોલ્ડ પ્લેટેડ છે. અહીં ધણા લોકો પોતાની સુંદર તસ્વીરો પડાવતા જોવા મળ્યા.

સોનાનીની હોટલ

આ હોટલનું નિર્માણ વર્ષ 2009માં શરૂ થયું હતું. હોટલના ઉપરના ફ્લોર પર ફ્લેટ્સ પણ બનાવવામાં આવ્યા છે. જો કોઈને પોતાના માટે ફ્લેટ્સ લેવો હોય તો તે પણ લઈ શકે છે.  

સોનાનીની હોટલ

આ હોટલને દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી લગ્ઝરી હોટલનો ખિતાબ આપવામાં આવ્યો છે. તેને હોઆ બિન ગ્રુપ એન્ડ વિનધમ ગ્રુપે મળીને બનાવી છે. આ બન્ને મળીને 2 સુપર 6 સ્ટાર હોટલ મેનેજ કરી રહ્યા છે.

સોનાનીની હોટલ

એવું કહેવામાં આવે છે કે સોનું તમારા માનસિક તણાવને ઓછું કરવામાં મદદ કરે છે. જેથી તમે રિલેક્સ કરી શકો છો. માટે હોટલમાં સોનાની પ્લેટિંગનો એટલો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.

સોનાનીની હોટલ

ડબલ બેડરૂમ સુઈટમાં એક રાત રોકાવવાનું ભાડુ લગભગ 75 હજાર રૂપિયા છે. ત્યાં જ હોટલના રૂમ્સનું શરૂઆતનું ભાડુ લગભગ 20 હજાર રૂપિયા છે. અહીં 6 પ્રકારના રૂમ્સ છે. સાથે જ 6 પ્રકારના સુઈટ પણ છે. પ્રેસિડેન્શિયલ સુઈટની કિંમત પર નાઈટ 4.85 લાખ રૂપિયા છે.

સોનાનીની હોટલ

હોટલમાં એક ગેમિંગ ક્લબ પણ છે જે 24 કલાક ખુલ્લો રહે છે. અહીં કસીનો અને પોકર જેવા ગેમ છે. અહીં તમે જીત્યા બાદ પૈસા પણ કમાઈ શકો છો.

Read Also

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!