આ છે દુનિયાના સૌથી જાડા પતિ-પત્ની, આ એક ભૂલના કારણે છે આટલું વજન

સ્થૂળતા કેટલુ નુકસાનદાયક હોય છે, આ અમેરિકાના મિસૌરીમાં રહેતા એક પતિ-પત્નીથી સારી રીતે કોઈ જાણી શકશે નહીં. 42 વર્ષીય લી અને 39 વર્ષીય તેની પત્ની રેનાને વિશ્વનું સૌથી મોટું કપલ કહેવામાં આવે છે. તેમનુ વજન એક મિની કાર જેટલુ છે.

લી અને રેનાની કહાની ખૂબ જ રસપ્રદ છે. 10 વર્ષ પહેલા બંને પોતાનુ વજન ઓછું કરવાને લઇને અલગ-અલગ ડૉકટરોના ચક્કર કાપી રહ્યાં હતાં. આ દરમ્યાન બંનેની મુલાકાત એક વેટ લૉસ (મોટાપા ઓછુ કરનાર) ક્લીનિકમાં પહેલી વખત થઇ અને ધીરે-ધીરે બંનેમાં પ્રેમ થયો. તેમનો પ્રેમ એ હદે ગયો કે તેમણે વેટ લૉસ પ્રોગ્રામ અધવચ્ચે મુકી દીધો, જે તેમના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઇ.

વેટ લૉસ પ્રોગ્રામ છોડ્યા બાદ તેમનો વજન ઝડપથી વધવા લાગ્યો અને ધીરે-ધીરે આ બંનેનુ કુલ વજન 1256 lbs એટલેકે લગભગ 600 કિલો થયું. જેમાં લીનુ વજન 324 કિલો અને રેનાનુ વજન 246 કિલોગ્રામ હતું. વજન વધવાને કારણે ફરવાનુ તો જવાદો પરંતુ ઉઠવા-બેસવાનુ પણ મુશ્કેલ થયું.

લીનુ જીવન પલંગ પર જ કપાઈ રહ્યું છે, જ્યારે તેની પત્ની રેનાની સ્થિતિ યોગ્ય નથી. તેમના ખાવા-પીવાથી લઇને દરેક પ્રકારે બંનેના ખ્યાલની જવાબદારી લીની બહેન કેસી પર છે. હાલમાં એક અંગ્રેજ ટીવી ચેનલ પર લી અને રેનાની મુશ્કેલીભરી જીવનને દર્શાવવામાં આવ્યું હતું.

લી અને રેનાનું કહેવુ છે, અમને આ વાતનો અફસોસ છે કે અમે પોતાના શરીરનો પણ ખ્યાલ રાખી શકતા નથી. તેમનું માનવુ છે કે હવે સર્જરી દ્વારા જ તેમનો જીવ બચી શકે છે. બંને પોતાનુ વજન ઓછુ કરવાના પ્રયત્નમાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter