GSTV
Others Sports Trending

વર્લ્ડ ચેમ્પિયનશિપ/ બેડમિંટનમાં સાયના પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં, મહિલા ડબલ્સમાં તૃષા-ગાયત્રીની આગેકૂચ

ભારતને ઓલિમ્પિક બેડમિંટનમાં સૌપ્રથમ મેડલ અપાવનારી લંડન ગેમ્સની બ્રોન્ઝ મેડાલીસ્ટ સાયના નેહવાલે ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સાયનાએ પ્રથમ રાઉન્ડમાં હોંગ કોંગની ચેંગ ગાન યી સામે સીધી ગેમ્સમાં ૨૧-૧૯, ૨૧-૯થી જીત હાંસલ કરી હતી.

સાયનાને બીજા રાઉન્ડમાં જાપાનની છઠ્ઠો સીડ ધરાવતી ઓકુહારા સામે રમવાનું હતુ. જોકે ઓકુહારા ઈજાના કારણે ખસી ગઈ હતી. જેના કારણે સાયનાને સીધો જ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મળી ગયો હતો. હવે તેનો સામનો ૧૨મો ક્રમાંક ધરાવતી થાઈલેન્ડની બુસાનન ઓન્ગબામુ્રનગફાન અને જર્મનીની ય્વોન લી સામેની મેચની વિજેતા ખેલાડી સામે થશે. જો તેમાં તે જીતે તો ક્વાર્ટર ફાઈનલમાં સેકન્ડ સીડેડ તાઈ ત્ઝુ યિંગ સામે તેની ટક્કર થઈ શકે તેમ છે.

તૃષા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ મહિલા ડબલ્સમાં મલેશિયાની યીન યુએન લો અને વાલેરી સિઓવને ૨૧-૧૧, ૨૧-૧૩થી પરાજીત કરતા બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. અશ્વિની ભાટ અને શિખા ગૌતમની જોડીએ પણ વિમેન્સ ડબલ્સમાં ઈટાલીની માર્ટિના કોર્સીની અનેજુડિટ માઈરને ૨૧-૮. ૨૧-૧૪થી માત્ર ૩૦ જ મિનિટમાં હરાવીને આગેકૂચ કરી હતી.

હવે ભારતના ટોચના સ્ટાર્સ મેન્સ સિંગલ્સમાં સ્પર્ધામાં ઉતરશે. ભારતનો કિદામ્બી શ્રીકાંત ચીનના ઝાઓ જુન પેંગ સામે બીજા રાઉન્ડમાં ટકરાશે. જ્યારે લક્ષ્ય સેન સ્પેનના લુઈસ એન્રિક પેનાલ્વેર સામે ટકારશે. ભારતનો એચ.એસ. પ્રનોય સેકન્ડ સીડેડ જાપાનીઝ ખેલાડી કેન્ટો મોમોટાની સામે રમવા ઉતરશે.

Read Also

Related posts

અંકિતા ભંડારીના હત્યારાઓનો થશે નાર્કો ટેસ્ટ, મુખ્ય આરોપી ભાજપના નેતાનો પુત્રઃ એડીજીએ આપ્યા આ સંકેત

HARSHAD PATEL

ભાગલા માત્ર શિવસેનામાં નથી પડ્યા, પક્ષ સાથે જોડાયેલા પરિવારોમાં પણ ભંગાણ, ક્યાંક ભાઈઓ તો ક્યાંક બાપ દીકરા જુદા પડ્યા

Padma Patel

શિક્ષકોની ચાર હજાર જગ્યાઓ પર ભરતી થશે, પ્રતિ માસ આટલો પગાર

Kaushal Pancholi
GSTV