GSTV

ભરપૂર કમાણી કરવા તૈયાર થઇ જાઓ, વિશ્વના સૌથી મોટા બીજા નંબરના IPO માટે ઇક્વિટી શેર જારી કરાયા

worlds biggest ipo

હોંગકોંગ સ્ટૉક એક્સચેન્જમાં સોમવારના રોજ વિશ્વનું સૌથી મોટું IPO લોન્ચ થયું છે. ચાઇનીઝ કંપની ટેનસેંટ હોલ્ડિંગ્સ (Tencent Holdings) ની રોકાણવાળી શોર્ટ વીડિયો સ્ટાર્ટઅપ કંપની ક્વાઇશોઉ (Kuaishou Technology) નું IPO લોન્ચ કરી દેવાયું છે. જે ઉબર ટેક્નોલોજી ઇંક (Uber Technology Inc) બાદ વિશ્વનું સૌથી મોટું IPO છે. Kuaishou Technology 5.4 બિલિયન ડૉલર એટલે કે અંદાજે 40,000 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે આ IPO લઇને આવી છે. અત્યાર સુધી વિશ્વનું સૌથી મોટું IPO Uber લઇને આવ્યું છે. જેને મે 2019માં 8.1 બિલિયન ડૉલર એટલે કે અંદાજે 59,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતાં.

Kuaishou Technology એ આ IPO માટે 36.5 કરોડ ઇક્વિટી શેર જારી કર્યા છે. આ પબ્લિક ઇશ્યુ માટે કંપનીએ શેરની ઇશ્યુ પ્રાઇઝ 105 ડૉલર એટલે કે 7660 રૂપિયાથી 115 ડૉલર એટલે કે 8390 રૂપિયાની વચ્ચે નક્કી કર્યા છે. રોકાણકારો માટે આ IPO આજે ખુલી ગયું છે અને ઇન્વેસ્ટર્સ 29 જાન્યુઆરી સુધી આ IPO માં શેરને સબ્સ્ક્રાઇબ કરી શકશે.

હોંગકોંગ સ્ટૉક એકસચેન્જમાં Kuaishou Technology ની યાદી 5 ફેબ્રુઆરી, 2021 ના રોજ હશે. આપને જણાવી દઇએ કે, ટેનસેંટ કંપનીની રોકાણવાળી Kuaishou Technology ની શોર્ટ વીડિયો એપ Kwai ચીનમાં ટિકટૉક (TikTok) ને જોરદાર ટક્કર આપે છે અને આ ચીનની બીજા નંબરની સૌથી લોકપ્રિય શોર્ટ વીડિયો એપ છે.

લાઇવ સ્ટ્રીમિંગને વિશ્વભરમાં પ્રસિદ્ધ કર્યું

Kuaishou Technology ના આ IPO થી હોંગકોંગ સ્ટૉક એકસચેન્જને વધારે બૂસ્ટ મળવાની આશા છે કે જે પહેલેથી જ હાઇ રેકોર્ડ પર છે. Kuaishou જેનો અર્થ થાય છે ફાસ્ટ હૈંડ (Fast hand) . Fast handની સફર ચીનની સૌથી મોટી ઇન્ટરનેટ સક્સેસ સ્ટોરીમાંની એક છે. 2011માં લૉન્ચ થયા બાદ તેને લાઇવ સ્ટ્રીમિંગ અને શોર્ટ વીડિયોને વિશ્વભરમાં પ્રસિદ્ધ કરી દીધી. જ્યાર બાદમાં ફેસબુક જેવી ગ્લોબલ એપ્સને આને અપનાવી. કંપનીનું વેલ્યુએશન હાલમાં 180 બિલિયન ડૉલર એટલે કે 13.13 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. કંપનીની પાસે 35 કરોડથી પણ વધારે એક્ટિવ યુઝર્સ છે.

READ ALSO :

Related posts

કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો

Pravin Makwana

IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી

Pravin Makwana

દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની

Karan
Do NOT follow this link or you will be banned from the site!