GSTV
News World ટોપ સ્ટોરી

દુનિયાનાં 22 પુરૂષો પાસે આફ્રિકાની તમામ મહિલાઓથી વધુ સંપત્તિ: Oxfam

દુનિયામાં અમિરોની સંપત્તિને લઇને એક નવી રિપોર્ટ બહાર આવી છે,તેમાં તેમની અખુટ સંપત્તિ પર અસંખ્ય આકડા અને માહિતી રજુ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં દુનિયાનાં મોટા એબજોપતિની સંપત્તીની સૌથી વધુ ગરીબોની સંપત્તિ સાથે તુલના કરવામાં આવી છે.

આ રિપોર્ટને Oxfam International એ  તૈયાર કરી છે, જે 90થી વધુ દેશોમાં ભાગીદારોની સાથે કામ કરનારા 20 એનજીઓનો સમુહ છે, જેનો હેતું આ અન્યાયને ખતમ કરવાનો છે, જે ગરીબીનું મુખ્ય કારણ છે.

રિપોર્ટ મુંજબ દુનિયાનાં 22 સૌથી વધુ અમિર પુરૂષો પાસે આફ્રિકાની તમામ મહિલાઓ કરતા વધું સંપત્તી છે. જ્યાં દુનિયામાં અબજોપતિઓની સંખ્યા છેલ્લા એક દાયકામાં બે ગણી થઇ છે,તેમની પાસે 60 ટકા વૈશ્વિક વસ્તીથી વધુ સંપત્તી છે. 

ગરીબ મહિલાઓ અને યુવતીઓ સૌથી પાછળ

રિપોર્ટ બતાવે છે કે ગરીબ મહિલાઓ અને યુવતીઓ સૌથી નીચલા સ્તર પર છે, જે વગર વેતને પ્રત્યેક દિવસે દિવસે કામ કરે છે,તેનાં કામની અંદાજીત રકમ લગભગ 10.8 લાખ કરોડ ડોલર આંકવામાં આવી છે.

Oxfamનાં પ્રમુખે કહ્યું કે આપણા ડામાડોળ અર્થતંત્ર સામાન્ય પુરૂષો અને મહિલાઓની કિંમત પર અબજોપતિઓ અને મોટા ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરેલા છે, તેમણે કહ્યું કે લોકોએ સવાલ કરવાનું શરૂ ક્રયું છે કે અબજોપતિઓનું અસ્તિત્વ હોવું  જોઇએ કે નહીં. 

 જાણીજોઇને અસમાનતા વધારનારી નિતિઓ

Oxfamની નિતિઓ પર ધ્યાન આપ્યા વગર અમીર અને ગરીબ વચ્ચે ખાઇ ઓછી નથી થઇ શકતી, આ બાબત તેમણે દાવોસમાં વાર્ષિક World Economic Forumની પહેલા કહીં જ્યાં

 Oxfamનું પ્રતિનિધિત્વ કરશે, વૈશ્વિક અસમાનતા પર Oxfamની વાર્ષિક રિપોર્ટ પર એક કાર્યક્રમ પહેલા સ્વિઝ અલ્પાઇન રિસોર્ટમાં જારી કરાઇ છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે જો દુનિયાનાં ફક્ત એક ટકા લોકો આગામી 10 વર્ષ સુંધી ફક્ત 0.5 ટકા વધું ટેક્સ આપે તો તે વૃધ્ધો અને બાળકોની સારસંભાળ,શિક્ષણ,અને આરોગ્યમાં 11.7 કરોડ નવા રોજગાર નું સર્જન કરવા માટે જરૂરી મુડીરોકાણ જેટલું થશે.

Read Also

Related posts

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu

હેરીટેજ વારસાના જતનમાં કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી, એલિસબ્રિજના મરામતની કામગીરી કાગળ પર; હાલત સાવ જર્જરીત

GSTV Web Desk
GSTV