GSTV
Cricket India News Sports Trending

ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ ફાઇનલ હારતા જ આ ભારતીય ક્રિકેટરના ઘરે કેમ પોલીસ મોકલવી પડી?

ICC ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદમાં રવિવારે રમાયેલા ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતે 6 વિકેટે હરાવ્યું હતું. ભારતની હાર પછી એક તરફ સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સ નારાજ જોવા મળ્યા હતા તો બીજી તરફ ટીવી-મોબાઇલ પર મેચ જોઇ રહેલા લોકો પણ ગુસ્સે થયા હતા. ભારતની હાર સાથે જ મોટી દૂર્ઘટનાથી બચવા માટે પોલીસ પણ એલર્ટ થઇ ગઇ હતી.

આ ભારતીય ખેલાડીના ઘરે પોલીસ મોકલવી પડી

વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારતા જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર કુલદીપ યાદવના ઘરે પોલીસ મોકલવી પડી હતી. યુપી પોલીસ અનુસાર કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે કાનપુરના ડિફેન્સ કોલોની સ્થિત કુલદીપ યાદવના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેના ઘરની બહાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસ જીપ્સી પણ સતત પેટ્રોલીંગ કરી રહી છે.

પોલીસે શું કહ્યું?

જાજમઉના ઇન્સપેક્ટર અરવિંદ સિસોદિયાએ જણાવ્યુ કે સાવચેતીના ભાગરૂપે કુલદીપ યાદવના ઘરે પોલીસ મોકલવામાં આવી છે. હજુ સુધી કોઇ પણ પ્રકારનું પ્રદર્શન કે વિવાદની વાત સામે આવી નથી પરંતુ અમે પોતાની તરફથી પુરી રીતે એલર્ટ છીએ.

કાનપુર પોલીસ અનુસાર કુલદીપ યાદવના પરિવારજનો તરફથી કોઇ સુરક્ષાની માંગ કરવામાં આવી નહતી પરંતુ પોલીસ કર્મી પોતાની તરફથી સાવચેત છે અને નજર રાખી રહ્યાં છે.

ફાઇનલમાં કેવું રહ્યું પ્રદર્શન

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ ફાઇનલ મેચમાં ટોસ હાર્યા પછી ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 240 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને 241 રનનો પડકાર આપ્યો હતો. પડકારનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમે સાત ઓવર બાકી રહેતા મેચને જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા આ જીત સાથે જ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DCLVsJD2PZ5ErOcMqtduna

GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

Read Also

Related posts

BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા

Hardik Hingu

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan
GSTV