GSTV
Home » News » ગુજરાતમાં બન્યું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, આ બન્ને ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો

ગુજરાતમાં બન્યું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, આ બન્ને ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો

ગુજરાતનાં અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ લગભગ તૈયાર થઈ ગયું છે. આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવ્યું છે. આ સ્ટેડિયમ બનાવવાનો ખર્ચ લગભગ 700 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યો છે. આ સ્ટેડિયમમાં એક લાખ 10 હજાર લોકોની બેસી શકે તેવી ક્ષમતા છે.

ઉલ્લેખનીય છે કે જો બધુ સારું રહ્યું તો આવતા વર્ષે માર્ચમાં અહિયાં એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે પ્રદર્શની મેચ રમવામાં આવવાની શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનાં દિકરા અને વર્તમાનમાં બીસીસીઆઈનાં સચિવ જય શાહે જણાવ્યું કે આ સ્ટેડિયમ એ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે.

શાહને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છએ કે સ્ટેડિયમનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેથી, બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે તેઓ માર્ચમાં શરૂ થનારી મેચ માટે આઈસીસીની મંજૂરી લેશે. રવિવારે મુંબઈમાં બોર્ડની વાર્ષિક બેઠક બાદ ગાંગુલીએ સુનિશ્ચિત કર્યું હતું કે, એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચેની મેચ આઇસીસીની મંજૂરી લીધા પછી જ સ્ટેડિયમ ખાતે યોજાશે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશન આ સ્ટેડિયમની ઓપનીંગ મેચને યાદગાર બનાવવા માંગે છે, તેથી તે વિશ્વના સ્ટાર ક્રિકેટરોને અહીં મેચ રમાડવા માંગે છે. તે જાણીતું છે કે આ નવું સ્ટેડિયમ જુના મોટેરા સ્ટેડિયમના ડિમોલિશન પછી બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની કલ્પના ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ત્યારનાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી.

મોદી બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બનનારા અમિત શાહ માટે સ્ટેડિયમ પણ એક સ્વપ્ન પ્રોજેક્ટ રહ્યું છે. સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન નજીક સાબરમતી નદીના કાંઠે 65 એકરમાં બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં અગાઉ 54,૦૦૦ દર્શકોની બેસવાની વ્યવસ્થા હતી, પરંતુ હવે નવા સ્ટેડિયમમાં એક લાખ 10 હજાર દર્શકો મેચ જોવા માટે સમર્થ હશે. સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા મોટું હશે.

સ્ટેડિયમની ખાસિયત

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ મેદાન, ક્લબ હાઉસ, ઓલિમ્પિક કદનો સ્વીમીંગ પૂલ અને ઇન્ડોર ક્રિકેટ એકેડેમી પણ બનાવવામાં આવી છે.
સ્ટેડિયમનું માળખું એવું છે કે જ્યારે પણ કોઈ ખેલાડી બાઉન્ડ્રીને ફટકારે ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દરેક ક્રિકેટ પ્રેમી તે બાઉન્ડ્રી જોઈ શકે છે.


કાર અને સ્કૂટર પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. જેમાં 4 હજાર કાર અને 10 હજાર ટુ વ્હીલર્સ પાર્ક કરવાની જોગવાઈ છે.
પ્રથમ વખત સ્ટેડિયમમાં એલઇડી લાઇટ્સ લગાવવામાં આવશે.
આ સિવાય 75 કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે.
સ્ટેડિયમમાં પ્રવેશ અને બહાર નીકળવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્ટેડિયમ નજીક મેટ્રો લાઇન પણ લાવવામાં આવી છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!