GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

વર્લ્ડ કુસ્તી : વિનેશ અને સીમાનું ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન રોળાયું

ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ અને સીમા બિસ્ત વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપના શરૃઆતના રાઉન્ડમાં જ હારી જતાં, તેમનું ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન રોળાયું હતુ. જો કે વિનેશ અને સીમાને હરાવનારી કુસ્તીબાજ ફાઈનલમાં પ્રવેશતા બંનેને રિપેચાર્જમાં બ્રોન્ઝ જીતવાની તક છે. 

વિનેશ ફોગટ ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં ૫૩ કિગ્રા વજન વર્ગમાં સ્પર્ધામા ઉતરી હતી. તેણે પહેલા રાઉન્ડમાં તો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલીસ્ટ કુસ્તીબાજ સોફિયા મેટ્ટસનને૧૩-૦થી હરાવી હતી. જોકે બીજા રાઉન્ડમાં તેનો ડિફેન્ડિંગ ચેમ્પિયન માયુ મુકાઈદા સામે ૦-૭થી પરાજય થયો હતો. આ સાથે તેની ગોલ્ડ જીતવાની આશા સમાપ્ત થઈ ગઈ હતી. નોંધપાત્ર છે કે ચાલુ વર્ષે ચીનમાં રમાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં પણ વિનેશને આ જ જાપાની હરિફ સામે હારનો સામનો કરવો પડયો હતો. 

 ભારતની સીમા બિસ્ત ૫૦ કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં ઉતરી હતી અને તેને ત્રણ વખત ઓલિમ્પિક મેડલ જીતનારી મારિયા સ્ટાડનિક સામે ૨-૯થી હારનો સામનો કરવો પડયો હતો. ભારતીય કુસ્તીબાજોને બ્રોન્ઝ મેડલ જીતવાની તક આવતીકાલના મુકાબલા દરમિયાન મળશે. નોન ઓલિમ્પિક કેટેગરીમાં ભારતની કોમલ ગોયલ સ્પર્ધામાં ઉતરી હતી. તેને ૭૨ કિગ્રા વજન વર્ગના ક્વોલિફાયર મુકાબલામાં ૧-૪થી તુર્કીની બેસ્તે એલ્ટગ સામે હારનો સામનો કરવો પડયો હતો. ભારતની લલિતા કુમારીને મોંગોલિયાની બોલોર્તુયા બાટ ઓચીર સામે ૩-૧૦થી હાર સ્વીકારવી પડી હતી.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં ઘરમાં રહી અભ્યાસ કરતા બાળકોના માનસિક સ્વાસ્થ્યનું આ રીતે રાખો ધ્યાન!

Ankita Trada

સુનિતા યાદવે કમિશનર ઓફિસ બહાર આવ્યા બાદ કહ્યું, મારે ઘણુ કહેવુ છે પ્રેસ કોન્ફરન્સમાં બધુ જણાવીશ

Nilesh Jethva

LIC આધાર સ્તંભ પૉલિસીમાં દરરોજ 43 રૂપિયાનું રોકાણ કરીને મેળવે 3.60 લાખ રૂપિયા, જાણી લો આખો પ્લાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!