GSTV

મહામારી/ વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની મદદ કરશે IMF, આ દેશોને સહાય માટે અપાઈ ગઈ લીલીઝંડી

Last Updated on August 3, 2021 by pratik shah

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે IMF કોરોના વાયરસ અને મંદી સામે ઝઝૂમી રહેલા દુનિયાના ગરીબ દેશોને 650 અબજ ડોલરની મદદ કરવા માટે લીલી ઝંડી આપી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના કહેવા પ્રમાણે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને તેના કારણે અભૂતપૂર્વ સંકટ સામે ઝઝૂમી રહેલી દુનિયાની ઈકોનોમીને મદદ મળશે. ખાસ કરીને ગરીબ દેશોને કોરોનાની સામે લડવા માટે આ રકમ ઉપયોગી બનશે. 23 ઓગસ્ટથી તે પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

દુનિયાના સૌથી ગરીબ દેશોને 275 અબજ ડોલર આપવામાં આવશે

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું હતું કે, દુનિયાના સૌથી ગરીબ દેશોને 275 અબજ ડોલર આપવામાં આવશે. ધનિક દેશો સ્વેચ્છાએ ગરીબ દેશોને મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભંડોળમાં વધારો કરવા માટે ટ્રમ્પ સરકારે ઈનકાર કરી દીધો હતો પણ અમેરિકામાં બાઈડન સરકારે તેનું સમર્થન કર્યું હતું.

ગરીબો માટે મફત ભોજન તેમજ સારવાર માટે ભારતના પ્રયાસોના વખાણ

તાજેતરમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે પણ કહ્યું હતું કે, નાના વેપારીઓની સ્થિતિ સુધારવા માટે ભારત સરકારે તેને પેકેજ આપવાની જરૂર છે. બીજી તરફ ગરીબો માટે મફત ભોજન તેમજ સારવાર માટે ભારતના પ્રયાસોના તેમણે વખાણ કર્યા હતા.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!