GSTV
Home » News » World Water Day: આ છે ખાલી પેટે પાણી પીવાના ખાસ ફાયદા

World Water Day: આ છે ખાલી પેટે પાણી પીવાના ખાસ ફાયદા

World Water Day

આપણે સૌ કોઈ જાણીએ છીએ પૃથ્વી પર હાજર દરેક જીવ જંતુ કે માણસ કે ફૂલ-ઝાડ માટે પાણી કેટલું મહત્ત્વનું છે. પણ સાથે જ જો ચોક્કસ સમયે પાણીનું સેવન કરવામાં આવે તો જરૂરિયાત તો સંતોષાય જ પરંતુ સાથે તેના ફાયદા પણ ઘણાં થાય.

આવો, જાણીએ શું છે ખાલી પેટ પાણી પીવાના ફાયદા

આપણું શરીર 72 ટકા પાણીથી બનેલું હોય છે અને એટલે દિવસભર ભરપૂર પાણી પીવું ખૂબ જરૂરી હોય છે. સામાન્ય રીતે આપણા શરીરને 4થી 5 લીટર પાણીની જરૂરિયાત હોય છે. સવારે ઉઠીને તરત પાણી પીવાની આદત ઘણો ફાયદો કરાવે છે.

  • સવારે ઉઠી ખાલી પેટ પાણી પીવાથી પાચનશક્તિમાં સુધારો થાય છે.
  • સવારે ઉઠીને ઠંડું પાણી પીવાથી શરીરનો સ્ટેમિના વધે છે અને દિવસભર તે આપણને ટેન્શન ફ્રી રાખવામાં મદદ કરે છે.
  • સવારે ખાલી પેટે પાણી પીવાથી શરીરની તમામ ગંદકી દૂર થઈ જાય છે જેથી આપણું લોહી સાફ રહેછે.
ice cubes, splashing water, glass, fresh water
  • સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી આપણા શરીરનું મેટાબૉલિઝમ 24 ટકા સુધી વધી જાય છે જેનાથી આપણી પાચનશક્તિ ઝડપી બને છે અને તેનાથી વજન ઘટવામાં મદદ મળે છે.
  • સવારે ઉઠીને તરત પાણી પીવાથી પેટ વ્યવસ્થિત રીતે સાફ થાય છે અને તેના કારણે ચહેરા પર ખીલ નથી થતા, ત્વચા ગ્લોઈંગ બને છે.
  • પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે અને શરીરથી ઝેરીલા પદાર્થોને બહાર નીકળવામાં મદદ મળે છે. તેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને નવી કોષિકાઓનું નિર્માણ થાય છે.
  • પેટદર્દની સમસ્યાને દૂર કરી તમે પાણીનું સેવન કરી શકો છો અને આપણા શરીરને ઓક્સિજન પ્રાપ્ત થાય છે, તે ત્વચાને ચમકદાર અને જવાન બનાવી રાખવામાં મદદ કરે છે.

દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું એ ન માત્ર જરૂરિયાત હોવી જોઈએ પરંતુ તમારા જીવનની એક રોજિંદી આદત બનાવી દો. ટૂંક સમયમાં તમારા શરીર અને સ્વાસ્થ્યમાં ઘણાં સકારાત્મક ફાયદાઓ જોશો.

Related posts

જો પગમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, હોઈ શકે છે આ જીવલેણ બીમારી

Kaushik Bavishi

ભાવનગર અને દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

Nilesh Jethva

મેહસાણામાં નશામાં ધૂત કારચાલકે 4 લોકોને લીધી અડફેટે, બાદમાં લોકોએ ચખાડ્યો મેથીપાક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!