GSTV

અમેરિકી સેનેટમાં અમુક ટકાની મર્યાદા રદ કરવાનો પ્રસ્તાવ થયો રજૂ, ભારતીયોને થશે લાભ!

Last Updated on July 11, 2019 by

અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે નક્કી થયેલી સાત ટકાની મર્યાદાને રદ કરતા એક પ્રસ્તાવને અમેરિકી સેનેટમાં મંજૂરી મળી જતાં ભારતીયોને લાભ થવાની શક્યતા છે. ખાસ કરીને હજારો આઇટી નિષ્ણાતોને લાભ થશે. રિપબ્લીકન અને ડેમોક્રેટિક એમ બંને પક્ષોના કુલ 310થી વધુ સભ્યો આ પ્રસ્તાવની તરફેણમાં હોવાથી ફેરનેસ ફોર હાઇ સ્કીલ્ડ ઇમિગ્રન્ટ્સ એક્ટ 2019 સહેલાઇથી પસાર થઇ જવાની શક્યતા વધી હતી. આ પ્રસ્તાવ લાવનારા સેનેટર એ વાતે ખુશ હતા કે 203 ડેમોક્રેટ અને 108 રિપબ્લીકન આ પ્રસ્તાવને સપોર્ટ કરવા તૈયાર હતા.

આમ તો આ પ્રસ્તાવને સુધારા વધારા સાથે પસાર થવા માટે 290 મતોની જરૂર હતી. પરંતુ 435 સભ્યો ધરાવતી સેનેટમાં આ પ્રસ્તાવ 365 મતોથી મંજૂર થયો હતો. પ્રસ્તાવની વિરુદ્ધ ફક્ત 65 મત પડ્યા હતા.

વર્તમાન નિયમો મુજબ અમેરિકામાં એચબી-01 વીઝા મેળવીને જનારા લોકોમાં માત્ર સાત ટકાને ગ્રીન કાર્ડ આપવાની જોગવાઇ છે. હવે એ મર્યાદા રદ થતાં વધુ આઇટી નિષ્ણાતો અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવીને કાયમી નિવાસની સગવડ મેળવી શકશે. નવા પ્રસ્તાવમાં સાત ટકાની મર્યાદા દૂર કરીને 15 ટકા કરવાની ભલામણ છે જેનો લાભ ભારતીય અને ચીની આઇટી નિષ્ણાતોને મળશે.

READ ALSO

Related posts

અતિ કામનું/ દેશી વેક્સિન કોરોનાના ખતરનાક વેરિએન્ટ મ્યુટેશન ડેલ્ટા પ્લસ સામે લડવા માટે પણ સક્ષમ, ICMR કર્યો ખુલાસો

Vishvesh Dave

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

કોવેક્સિનના વેચાણ પર ICMRને મળશે 5% રોયલ્ટી, જાણો હવે કેમ ઉઠી રહ્યા છે સવાલ?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!