GSTV

અમેરિકા અને ચીનની ટ્રેડ વોર વચ્ચે ટ્રમ્પે આપ્યું આ નિવેદન

Last Updated on March 10, 2019 by

ચીન સાથે વેપાર કરારની મંત્રણામાં ભંગાણના સમાચારો વચ્ચે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે જો તેમને વિશ્વાસ પડશે કે ચીની વસ્તુઓ અમેરિકા માટે સારી છે તો જ તેઓ ચીન સાથે વેપાર કરાર કરશે.

જો કે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતાં તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે ચીન સાથે વેપાર કરાર કરી શકાશે. ગયા વર્ષે માર્ચમાં ચીનમાંથી આયાત કરાતા સ્ટીલ અને એલ્યુમિનિયમની આઇટમો પર ટ્રમ્પે ભારે ટેરિફ લાદતાં વિશ્વના બે જંગી લોકશાહી દેશો વચ્ચે ટ્રેડ વોર ફાટી નીકળી હતી.

ટ્રમ્પે ચીની વસ્તુઓ પર ૨૫૦ અબજ ડોલર પર ૨૫ ટકા ટેરિફ લાદ્યો હતો. તો એના વળતા ઘા તરીકે અમેરિકા પછી વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક સત્તા એવા ચીને પણ અમેરિકન વસ્તુઓ પર ૧૧૦ અબજ ડોલરનું ટેરિફ લાદ્યું હતું.

એક સર્વગ્રાહી વેપાર કરાર કરવા ચીન અને અમેરિકાના વેપારના ટોચના અધિકારીઓ મંત્રણા કરી રહ્યા છે. ‘મને વિશ્વાસ છે. પણ જો અમે અમેરિકા માટે સારો કરાર નહીં કરી શકીએ તો હું કરાર નહીં કરૃં’એમ ટ્રમ્પે કહીને ઉમેર્યું હતું કે જો આ કરાર સારો નહીં હોય તો હું નહીં કરૃં.

ઉપરાંત ટ્રમ્પે  વેપાર કરારની ગેરહાજરીમાં ચીની વસ્તુઓની અમેરિકામાં થનારી આયાત પર વધારાનું ટેરિફ નાખવાની પણ ધમકી આપી હતી. ગયા મહિને અમેરિકન પ્રમુખે કહ્યું હતું કે વેપાર કરારને અંતિમ સ્પર્શ આપવા તેઓ ચીનના તેમના સમકક્ષ શી જીનપિંગ  માર એ લોગોમાં ફલોરિડામાં તેમના  રિસોર્ટમાં મળવા વિચારી રહ્યા છીએ.

આ બેઠક અંગે છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશના અધિકારીઓ વચ્ચે મંત્રણા ચાલી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર ચીન-અમેરિકા વેપાર કરારમાં એક નવો અવરોધ ઊભો થયો છે અને તે એ કે ચીની અધિકારીઓ બંને દેશો વચ્ચે પાકું ના થાય ત્યાં સુધી  પ્રમુખીય મંત્રણા અંગે કોઇ જ પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા નથી.

Related posts

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari

પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટનના બગાવતી સૂર: સિદ્ધૂ વિરુદ્ધ અમરિંદરસિંહ ઉતારશે પોતાનો ઉમેદાવર, રાહુલ-પ્રીયંકાને અનુભવહીન ગણાવ્યા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!