GSTV
Health & Fitness Life Trending

વિશ્વ થાઇરોઇડ દિવસ: શું તમારા વજનમાં વધારો કે ઘટાડો થાઇરોઇડ થયાની નિશાની તો નથી?

થાઇરોઇડ

વજન વધવું એ વર્તમાન સમયની સામાન્ય સમસ્યા છે. આના માટે ઘણા કારણો હોઈ શકે છે જેમ કે જીવનશૈલી અથવા ખોરાકની આદતો અથવા કોઈ અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાઓ. ઘણી વખત વજન વધતું જ રહેતું હોય તો વ્યક્તિને થાઇરોઇડની સમસ્યા પણ હોઈ શકે છે. વજન વધવું એ થાઇરોઇડનું એક લક્ષણ જરૂર છે પરંતુ એવું નથી કે વજન વધતું રહે છે તો તમને થાઇરોઇડની સમસ્યા હશે જ, બીજા કોઈ કારણથી પણ વજન વધતું હોઈ શકે. છતાં પણ તમારે સાવચેતી રાખવી જોઈએ. જોકે થાઇરોઇડના બીજા પણ લક્ષણો છે.

થાઇરોઇડની સમસ્યા વૈશ્વિક સ્તરે ખૂબ જ ઝડપથી વધી રહી છે, તેથી લોકોને આ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 25 મેના રોજ વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવવામાં આવે છે. જેના ઉદ્દેશ્ય થાઇરોઇડવિશે જાગૃતિ ફેલાવી અને તેનાથી બચવાના ઉપાયો વિશે લોકોને જણાવવું છે. આ સમસ્યા કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે, તેથી દરેક વ્યક્તિએ તેના વિશે જાગૃત રહેવું અને નિવારક પગલાંનું પાલન કરવું જરૂરી છે.

થાઇરોઇડ અને વજન વધવાની સમસ્યા

તમારી થાઇરોઇડ ગ્રંથિ દ્વારા મુક્ત થતા હોર્મોન્સ મેટાબોલિઝમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેથી શરીર ઊર્જા માટે ખોરાકનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે. જ્યારે તમારું થાઇરોઇડ ઓછું હોર્મોન બનાવે છે, ત્યારે તમારું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે. આવી સ્થિતિમાં જો તમે કેલરી બર્ન ન કરો તો તમારું વજન વધી શકે છે.

થાઇરોઇડ

વજન ઘટી પણ શકાય

થાઇરોઇડથી માત્ર વજનમાં વધારો જ નથી થતો પણ તે વજનમાં ઘટાડો પણ કરી શકે છે. હાઇપરથાઇરોઇડિઝમ, થાઇરોઇડનો એક પ્રકાર જેમાં થાઇરોઇડ ગ્રંથિ ઘણા બધા હોર્મોન્સ છોડવાનું શરૂ કરે છે, તે વજન ઘટવાનું, હાથની ધ્રુજારી અને ઝડપી અથવા અનિયમિત ધબકારાનું કારણ પણ બની શકે છે. મતલબ કે વજન વધવું અને ઘટવું એ બંને થાઇરોઇડ સાથે સંબંધિત હોઈ શકે છે.

થાઇરોઇડ વજન વધવાનું એકમાત્ર કારણ નથી

વજન વધવા કે ઘટવાનું કારણ થાઈરોઈડ જ છે એવું માનવું પણ ખોટું છે. વજન વધવાના બીજા પણ ઘણા કારણો છે, તેના યોગ્ય કારણો જાણીને તેની સારવાર કરવી જરૂરી બની જાય છે. વજનમાં વધારો ત્યારે થાય છે જ્યારે તમારી કેલરીની માત્રા વધારે હોય પરંતુ તમે શારીરિક પ્રવૃત્તિ દ્વારા કેલરી બર્ન કરી શકતા નથી.
જીનેટિક્સ પણ વજન વધવા કે ઘટવાનું કારણ હોઈ શકે છે.
બીમારી અને દવાઓ લેવા જેવી સ્વાસ્થ્યની સ્થિતિઓને કારણે પણ વજનમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.
તણાવ અને ઊંઘનો અભાવ પણ વજનની સમસ્યાઓ સાથે જોડાયેલો છે.

થાઇરોઇડ કેવી રીતે અટકાવી શકાય

તમે થાઈરોઈડથી બચીને વજનને કંટ્રોલ કરી શકો છો, આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જો તમે ધૂમ્રપાન કરતા હોવ તો ધૂમ્રપાન છોડી દો.
આહારમાં સેલેનિયમ અને આયોડિનનું સંતુલિત સેવન સુનિશ્ચિત કરો.
તમારા ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત ચેકઅપ કરાવો.
જો તમારા પરિવારમાં કોઈને પહેલાથી જ થાઈરોઈડ છે, તો તમને પણ જોખમ હોઈ શકે છે, નિવારણ વિશે ડૉક્ટરની સલાહ લો.

READ ALSO

Related posts

કોંગ્રેસ સરકારે કરેલું દેવું ભાજપ સરકારે ચૂકવવું પડ્યું, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ કર્યો ખુલાસો

Nelson Parmar

PHOTOS / ભારતમાં કયા પ્રાણીઓને કાયદેસર રીતે પાળી શકાય છે અને કોને નહીં?

Drashti Joshi

ભારે વાહનોને બેફામ પરવાનગી, નિર્દોષ નાગરિકોના મોત, છતા ટ્રાફિક વિભાગ ફક્ત મેમો આપવામા મસ્ત!

Kaushal Pancholi
GSTV