GSTV
Gujarat Government Advertisement

ક્રિકેટ/ ઓસ્ટ્રેલિયા અને ઘરઆંગણે ઈંગ્લેન્ડ પર જીત ભારતને ફળી : બની ગયું નંબર વન, જાહેર થયું લિસ્ટ

Last Updated on May 14, 2021 by Harshad Patel

આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગનું વાર્ષિક અપડેટ કરવામાં આવ્યું તેમા આઇસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઇનલિસ્ટ ભારતે ટોચનું અને ન્યૂઝીલેન્ડે બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ભારત એક રેટિંગ પોઇન્ટના ઉમેરા સાથે ૧૨૧ પોઇન્ટ પર પહોંચ્યું છે અને ન્યૂઝીલેન્ડ ગુરુવારના અપડેટ પછી બે પોઇન્ટ મેળવીને એક જ પોઈન્ટ પાછળ છે. ભારતે ઓસ્ટ્રેલિયા પર ૨-૧થી અને ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ૩-૧થી વિજય મેળવ્યો. જ્યારે ન્યૂઝીલેન્ડે વિન્ડીઝ અને પાકિસ્તાન સામે ૨-૦થી શ્રેણી વિજય મેળવીને આગેકૂચ જારી રાખી હતી.

મે ૨૦૨૦થી રમાયેલી બધી મેચોને ૧૦૦ ટકાએ રેટિંગ આપવામાં આવ્યું

છેલ્લા અપડેટમાં મે ૨૦૨૦થી રમાયેલી બધી મેચોને ૧૦૦ ટકાએ રેટિંગ આપવામાં આવ્યું છે અને અગાઉના બે વર્ષની મેચોની ૫૦ ટકાએ રેટિંગ આપવામાં આવ્યું છે. આના આધારે ઇંગ્લેન્ડે ૨૦૧૭-૧૮ની એશીઝમાં ઓસ્ટ્રેલિયાને ૪-૦થી હરાવ્યું હોવાના પગલે તેના ૧૦૯ પ્લસ ત્રણ પોઇન્ટ થતાં તે ત્રીજા સ્થાને આવી ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ૧૦૮ (-૫) પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે.

પાકિસ્તાન ત્રણ પોઇન્ટ મેળવી ત્રીજા સ્થાને આવ્યું

પાકિસ્તાન ત્રણ પોઇન્ટ મેળવી ત્રીજા સ્થાને આવ્યું છે તો શ્રીલંકા સામે શ્રેણી ૦-૦થી ડ્રો કર્યા પછી બાંગ્લાદેશ સામે ૨-૦થી વિજય મેળવનાર વિન્ડીઝ આઠમાંથી છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. વિન્ડીઝની ૨૦૧૩ પછીની આ શ્રેષ્ઠ સ્થિતિ છે. સાઉથ આફ્રિકા સાતમા સ્થાને છે અને તેના ટેસ્ટ ઇતિહાસના સૌથી નીચા સ્થાને છે. બાંગ્લાદેશે પાંચ પોઇન્ટ ગુમાવ્યા છે પરંતુ તે નવમાં સ્થાને છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!