GSTV

ફાઈનલમાં નાલેશીભરી હાર બાદ કોહલીની નારાજગીનો આ ગુજરાતી ખેલાડી બની શકે છે ભોગ, ભારત સ્હેજ માટે ટ્રોફી ચૂકયું

કોહલી

Last Updated on June 26, 2021 by Bansari

ન્યૂઝિલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં નાલેશીભરી હાર બાદ હતાશ ભારતીય કેપ્ટન કોહલીએ દોષનો ટોપલો બેટ્સમેનો પર ઢોળતાં કહ્યું હતુ કે, અમારા બેટસમેનો મુશ્કેલ પરિસ્થિતિમાં સ્કોર કરી ન શક્યા. જેના કારણે અમારે આ ફાઈનલ મેચ ગુમાવવી પડી હતી.

કેપ્ટન કોહલી તેની કારકિર્દીમાં ત્રીજી વખત આઇસીસીની મેજર ટુર્નામેન્ટની નિર્ણાયક મેચમાં હારતાં ભારત સ્હેજ માટે ટ્રોફી ચૂકી ગયું હતુ. મેચના આખરી દિવસે ભારતીય બેટસમેનો પીચ પર ટકીને રમવામાં નિષ્ફળ રહ્યા હતા અને ન્યૂઝિલેન્ડે ઓલરાઉન્ડર દેખાવ કરતાં ટેસ્ટ ચેમ્પિયનશિપનો તાજ ભારતની નજર સામે જીતી લીધો હતો.

એક સમયે ડ્રો તરફ આગળ વધતી લાગતી ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાના કેમ્પમાં ભારે નિરાશા જોવા મળી હતી. ભારતીય ક્રિકેટમાં વધુ એક નિરાશાજનક પરાજય કેપ્ટન કોહલીની કારકિર્દી સાથે જોડાઈ ગયો છે. તે પછી તેણે કહ્યું હતુ કે, ન્યૂઝિલેન્ડના અનુભવી અને વૈવિધ્યસભર બોલિંગ આક્રમણ સામે ભારતીય બેટ્સમેનો વધુ પડતી સાવધાની સાથે રમ્યા હતા. જેના કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં જરુરી રન કરી શકી નહતી. જેના કારણે બોલરો પણ કમાલ કરી શકે તેમ નહતા.

ભારતીય કેપ્ટન કોહલીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉ એક પણ પ્રેક્ટિસ મેચ રમવા ન મળી તે અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. તેણે કહ્યું કે, અમારી ટીમ ફાઈનલ અગાઉ પ્રેક્ટિસ મેચ રમવા ઈચ્છતી હતી અને અમે તે માટે વિનંતી પણ કરી હતી. જોકે અગમ્ય કારણોસર અમારી વિનંતીને ઠુકરાવી દેવામાં આવી હતી. જે પઈ ટીમના કંગાળ દેખાવનું એક કારણ કહી શકાય.

બોલરોની લય તોડો, રન બનાવવાનો પ્રયાસ કરતાં રહો

કોહલીએ બેટ્સમેનોને સલાહ આપતાં કહ્યું કે, ભારતીય બેટ્સમેનોએ હરિફ ટીમના ફાસ્ટ બોલરોની લય તોડવાના નવા રસ્તા શોધી કાઢવા પડશે. જો ટીમ ઈન્ડિયાના બેટસમેનો હરિફ બોલરો પર દબાણ નહીં સર્જે તો તેઓ તેમની ફિટનેસ અને કૌશલ્યને સહારે લાંબા સ્પેલ નાંખીને બેટ્સમેનોને પરેશાન કરતાં રહેશે. બેટ્સમેનો તેમને જેટલી છુટ આપશે તેટલો તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેના સહારે જ તેઓ સફળતા મેળવશે. બેટ્સમેનોએ પીચ પર ટકી રહેવાને બદલે રન ફટકારવા વિશે અને વધુ રન ફટકારવાના નવા-નવા રસ્તાઓ શોધવા વિશે વિચારવું પડશે.

વિકેટ બચાવવાના પ્રયાસમાં બોલરો હાવી થયા

કોહલીએ ઊમેર્યું કે, બેટ્સમેનોનો વિકેટ બચાવવા માટે રમવા લાગે તો તેનાથી બોલરોને ફાયદો થાય છે. આવી પરિસ્થિતિમાં બેટ્સમેનો પર બોલરો હાવી થઈ જાય છે અને મેચ જાણે સ્થગિત થઈ ગઈ હોય તેવું અનુભવાય છે. એક બેટિંગ ટીમ તરીકે જો આપણે સાતત્યપૂર્ણ રીતે ૩૦૦ કે વધુનો સ્કોર ખડો કરતાં રહીશું તો હરિફ ટીમ પર દબાણ સર્જાશે. દબાણની વચ્ચે પણ સ્કોર બોર્ડને ફરતું રાખવું જરુરી છે. જો બેટ્સમેનો આ પ્રકારની માનસિકતા સાથે ઉતરશે તો જ હરિફ ટીમ પર દબાણ સર્જી શકાય તેમ છે.

ટીમ ઈન્ડિયામાં ધરમૂળ પરિવર્તનનો સંકેત

કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમમાં ધરમૂળ પરિવર્તનનો સંકેત આપતાં કહ્યું હતુ કે, ટીમમાં હવે યોગ્ય માનસિકતા ધરાવતા ખેલાડીને સમાવવાનો સમય આવી ગયો છે. કોહલીએ કોઈ ખેલાડીનું નામ તો લીધું ન હતું, પણ તે ટીમના કેટલાક ખેલાડીઓના પર્ફોમન્સથી નાખુશ લાગતો હતો. તેણે કહ્યું કે, ટીમ માટે વધુ અસરકારક દેખાવ કરવા માટે મૂલ્યાંકન અને નવેસરથી વ્યુહરચના ઘડવાની જરુર છે. ખાસ કરીને નિડર બનીને સ્કોર કરવા તરફ ધ્યાન આપવાની જરુર છે. જોકે, આ ઈશારો પૂજારા તરફ હતો. પૂજારાની ડિફેન્સિંગ બેટીંગ બાદ વિકેટ ફેંકી દેવાની બાબતથી કોહલી નારાજ થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

કોહલી

ફાઈનલ ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટની હોવી જોઈએ : કોહલી

ભારતીય કેપ્ટન કોહલીએ ન્યૂઝિલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની હાર બાદ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ ખરેખર તો ‘બેસ્ટ ઓફ થ્રી મેચીસ’ની હોવી જોઈએ.

ટીમ ઈન્ડિયાની હાર બાદ આયોજકોને આગામી આયોજન માટે સલાહ આપતાં ભારતીય કેપ્ટને ઊમેર્યું કે, ખરૃ કહું તો, હું પહેલેથી એક જ ફાઈનલ મેચની તરફેણમાં નથી. જો ત્રણ ટેસ્ટની ફાઈનલ હોય તો ટીમની ખરી કસોટી થાય અને શ્રેષ્ઠ ટીમ આખરે વિજેતા બને. બે દિવસના સારા ક્રિકેટને કારણે સર્જાયેલા દબાણને કારણે કોઈ ટીમ રાતોરાત ખરાબ થઈ જતી નથી. આ એક પરિણામની અમે કોઈ ખાસ નોંધ લેતા નથી. અમારી ટેસ્ટ ટીમ છેલ્લા ૧૮ મહિનાથી જ નહી પણ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ઘણો સારો દેખાવ કરતી આવી છે. આ ફાઈનલની હાર એ અમારી ટીમની ક્ષમતા અને પ્રતિભાને માપવાનો માપદંડ નથી.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!