GSTV

BIG NEWS / WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ની જાહેરાત, જાણો કયા-કયા ખેલાડીને સ્થાન મળ્યું

Last Updated on June 17, 2021 by Dhruv Brahmbhatt

ભારતીય ટીમ આ મેચમાં ત્રણ પેસ બોલર અને 2 સ્પિનર્સ સાથે રમશે, ટીમમાં ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ પેસ બોલિંગની જવાબારી સંભાળશે. તો રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન સ્પિનરની ભૂમિકા ભજવશે. રોહિત શર્મા અને શુભમં ગિલ ટીમના ઓપનર હશે. ત્યારબાદ, ત્રીજા ક્રમે ચેતેશ્વર પુજારાને ઉતારવામાં આવશે. કેપ્ટન કોહલી દરવખતની જેમ આ વખતે પણ ચોથા ક્રમે આવશે અને બેટિંગ કરશે. ત્યાર બાદ વાઇસ કેપ્ટમ અજિંક્ય રહાણે અને યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત બેટિંગ કરશે.


ફાસ્ટ બોલરમાં મોં. શમી અને જસપ્રીત બુમરાહનું ટીમમાં સામેલ થવું નક્કી હતું. ત્રીજા પેસર માટે ઇશાંત શર્મા અને મોં. સિરાજ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. ટીમ મેનેજમેન્ટ ફાઇનલ જેવા મહત્વના મેચને જોઈને અનુભવને આધારે ઇશાંત શર્માને ટીમ 11 માં સામેલ કરવામાં આવ્યો.

ટીમ ઇન્ડિયાએ અગાઉ 15 ખેલાડીઓની જાહેરાત કરી હતી. જેમાંથી મોહમ્મદ સિરાજ, હનુમા વિહારી, ઉમેશ યાદવ અને ઋધ્ધિમાન સાહાને છેલ્લાં અગિયારમાં સ્થાન નથી મળ્યું.

ટીમ ઇન્ડિયાએ અગાઉ 15 ખેલાડીઓની જાહેરાત કરી હતી. જેમાંથી મોહમ્મદ સિરાજ, હનુમા વિહારી, ઉમેશ યાદવ અને ઋધ્ધિમાન સાહાને છેલ્લાં અગિયારમાં સ્થાન નથી મળ્યું.

ટીમ ઇન્ડિયા : શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઇશાંત શર્મા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે આ ભારતીય ટીમ છે –

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, એક્ઝર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, મો. શમી, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેએલ રાહુલ અને ઋધ્ધિમાન સાહા.

સ્ટેન્ડ બાય ખેલાડીઓ : અભિમન્યુ ઇશ્વરન, પ્રશાંત કૃષ્ણા, આવેશ ખાન, અરજાન નાગવાસવાળા અને કે.એસ. ભરત.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ : 15 ઓગસ્ટ પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું, કારણ અકબંધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!