GSTV

World Television Day: ટીવી ઈતિહાસની રોચક વાતો, બ્લેક એન્ડ વ્હાઈટથી લઈને સ્માર્ટ ટીવી સુધીની સફર

ટેલીવિઝનનો સંઘર્ષ, ઉપયોગ, ભવિષ્ય વગેરેને લઈને ચર્ચા કરવા માટે દર્ષે 21 નવેમ્બરે વર્લ્ડ ટેલીવિઝન ડે (World Television Day) મનાવામાં આવે છે. અત્યાર સુધીમાં ટીવીની દુનિયા અને સફર એકદમ રોચક રહી છે. બ્લેક એન્ડ વ્હાઈટના જમાનાથી હવે રંગીન ટીવીની સાથે સાથે સ્માર્ટ ટીવી સુધીની સફર ખેડાઈ ગઈ છે.

ક્યારે થઈ હતી વર્લ્ડ ટેલીવિઝન ડેની શરૂઆત

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ડિસેમ્બર 1996ની 21 નવેમ્બરે વર્લ્ડ ટેલીવિઝન ડે તરીકે મનાવાની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે, 1996ની 21 નવેમ્બરે વિશ્વ ટેલીવિઝન ફોરમની સ્થાપના કરવામાં આવી હતી અને તેના આધારે વિશ્વ ટેલીવિઝન દિવસ મનાવામાં આવે છે.

શા માટે કરવામાં આવી હતી ટેલીવિઝન ફોરમની સ્થાપના


વિશ્વ ટેલીવિઝન ફોરમની સ્થાપનો ઉદ્દેશ્ય એક એવું મંચ આપવાનો હતો કે, જ્યાં ટીવીના મહત્વની વાત કરી શકાય. આ દિવસે સંચાર અને વૈશ્વીકરણમાં ટેલીવિઝન નાટકોની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતિ વધારવા માટે સ્થાનિક અને વૈશ્વિક સ્તર પર બેઠકો થાય છે.

ક્યારે થયો હતો ટીવીનો આવિષ્કાર

વર્ષ 1927માં અમેરિકી વૈજ્ઞાનિક જોન લોગી બેયર્ડે ટેલીવિઝનનો આવિષ્કાર કર્યો હતો. પણ તેને ઈલેક્ટ્રોનિક રૂપ આપવામાં 7 વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને વર્ષ 1934માં ટીવી સમગ્ર રીતે તૈયાર થયુ હતું. ત્યાર બાદ 2 વર્ષ પછી આધુનિક ટીવીના સ્ટેશન ખોલી દેવામાં આવ્યા હતા અને ટીવી લોકો માટે મનોરંજનનું સાધન બન્યુ હતું.

READ ALSO

Related posts

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada

સરકાર વાતચીત કરવા માગે તો તેની શરત ન હોવી જાેઈએ, જગતનો તાત અત્યંત આક્રમક મૂડમાં

pratik shah

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!