GSTV
Ahmedabad Trending ગુજરાત

World TB Day / ટીબીના દર્દીઓ માટે તૈયાર કરાઇ એપ્લિકેશન, મળશે આ સુવિધાઓ

ટીબી

24મી માર્ચના રોજ વર્લ્ડ ટીબી તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં મોટી સંખ્યામાં ટીબીના દર્દીઓ છે. જે એક મોટો પ્રશ્ન છે. વડાપ્રધાન મોદીએ 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું જોયુ છે. તેના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. ત્યારે ટીબીના દર્દીઓ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેની મદદથી દર્દીઓને સારવાર સહિતની માહિતી મળી રહેશે.

ટીબી

વર્લ્ડ ટીબી ડેના એક દિવસ પહેલા અમદાવાદમાં ટીબીના દર્દીઓ માટે સરકાર દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી વિવિધ વિસ્તારમાં ટીબીના દર્દીઓને સારવાર સહિતની માહિતી ઓનલાઇન મળી રહેશે. દર્દીને જરૂર પડે ઘરે જઈને પણ સારવાર આપવામાં આવે છે.

AMCએ ડોક્યુમેન્ટરી તૈયાર કરી

વિશ્વ ટીબી દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરીમાં ટીબી રોગ અંગે માહિતી તેમજ ટીબીને નાથવા કરાતી કામગીરી અંગેની માહિતી આપવામાં આવશે…આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ડોક્યુમેન્ટરીને લોકો માટે ખુલ્લી મુકશે. બીજી તરફ વટવા, નરોડા જીઆઇડીસી દ્વારા ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. ટીબીના આ દર્દીઓને પોષણક્ષમ આહાર આપવામાં આવશે. સાથો સાથ જીઆઇડીસીના લોકોનું મંત્રી દ્વારા સન્માન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ

Rajat Sultan

સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ

Hardik Hingu

લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર 

Rajat Sultan
GSTV