GSTV

PHOTOS: આ છે દુનિયાના અજીબોગરીબ વાનર, કોઈની પાસે છે મોટી મોટી આંખો, તો કોઈ પાસે છે નથુલાલ જેવી મોટી મૂંછો

Last Updated on July 13, 2021 by Pravin Makwana

વાંદરાઓ હંમેશા પોતાના નખરાથી લોકોને પરેશાન કરતા રહેતા હોય છે. આ કારણ છે કે, તેની ગણતરી દુનિયાના ટિખળખોર જાનવરોમાં થાય છે. પણ આ વાનરોની એવી કેટલીય પ્રજાતિ છે કે જેને જોઈને મોઢામાં આંગળી નાખી જશો.

પ્રોબોશિસ-

તેને લાંબા નાક વાળા વાનર કહેવાય છે. કારણ કે તેનું નાક સામાન્ય કરતા ખૂબ લાંબૂ હોય છે. નર પ્રોબોશિસ વાનરોના નાકની ચાર ઈંચ જેટલુ લંબાઈ હોય છે. આ વાનર મૂળ તો ઈંડોનેશિયામાં જોવા મળે છે.

બ્લીડીંગ હાર્ટ મંકી-

આ એક પ્રકારનું બબૂન વાનર છે. જે મુખ્ય રીતે ઈથોપિયામાં જોવા મળે છે. તેની છાતીમાં એક ચમકદાર આવરણ હોય છે.

ટારસિયર-

આ વાનર દક્ષિણ પૂર્વ એશિયાના ટાપુઓમાં જોવા મળે છે. તેમની આંખો ખૂબ મોટી હોય છે. આ આંખો તેમના મગજ કરતા પણ મોટી હોય છે. જે માંસાહારી હોય છે અને પક્ષી, સાંપ, ગરોળી, ચામાચીડિયુ પણ ખાય છે.

મુશ્ટૈચ્ડ ગ્વેનન-

આ મૂંછવાળા વાનરો અંગોલા, કેમરૂન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, રિપબ્લિક ઓફ દિ કોન્ગો જેવી જગ્યાએ જોવા મળે છે.

સાકી મંકી-

આ વાનરોને દાઢી હોય છે. જે ઉત્તરી તથા મધ્ય અમેરિકા, બ્રાઝિલ, પેરુ જેવી જગ્યાએ જોવા મળે છે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓને મળી મોટી રાહત: માસ્ટર્સનો અભ્યાસ કરનારા સ્ટૂડન્ટ્સ માટે આવી ખુશખબર, NET ક્લિયર કરનારાને મળ્યો વધારાનો સમય

Pravin Makwana

NEET 2021 : કેન્દ્રની જાહેરાત બાદ મેડિકલમાં લાગૂ થયું અનામત, NTA દ્વારા જાહેર કરાયું સુધારેલ નોટિફિકેશન

Pravin Makwana

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!