GSTV
India News Trending

World Sparrow Day 2022: શા માટે દર વર્ષે 20મી માર્ચ ઉજવવામાં આવે છે ‘વિશ્વ ચકલી દિવસ’ ?

દર વર્ષે ૨૦ માર્ચે ‘વિશ્વ ચકલી દિવસ ‘ ઉજવવામાં આવે છે. તે પક્ષીઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. ઘણા પ્રાણીઓ અને જીવોની જેમ, પક્ષી હંમેશા માનવજાત સાથે સંકળાયેલું રહ્યું છે. એમાં પણ ચકલીનો કોલાહલ તો સૌથી સુંદર હોય છે. આ અદભુત પક્ષી કે જેનાં ગળામાં માં સરસ્વતી નો વાસ છે તે આજે ભાગ્યે જ જોવા મળે છે.

આ એક એવું પક્ષી છે જે છેલ્લા દસ-બાર વર્ષમાં દરેક જગ્યાએ જોવા મળતું હતું, પરંતુ હવે તેની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. આ માટે તેનું રક્ષણ કરવું અનિવાર્ય છે. પક્ષીઓમાં નર પક્ષીઓ અને માદા પક્ષીઓ બંને છે. તેમની રચના શરીરનાં દૃષ્ટિકોણાથી અલગ છે. નર પક્ષીનો પાછળનો ભાગ રાખોડી રંગનો હોય છે, તેની દાઢી અને મૂછ પર કાળા ડાઘ હોય છે તેમજ તેની કાળી ચાંચ લાંબી અને તીક્ષ્ણ હોય છે. જો પ્રકૃતિની વાત કરીએ તો નર પક્ષી ખૂબ જ ઉતાવળા હોય છે અને ક્રોધી સ્વભાવને કારણે તેઓ વિચારવાની ક્ષમતા એટલી હદે ગુમાવી દે છે કે અરીસામાં પોતાનો પડછાયો જોઈને તેની સાથે ઝઘડતા રહે છે. જ્યારે પણ તેઓ લડાઈમાં શામેલ થાય છે, ત્યારે તેઓ સરળતાથી પકડાઈ શકે છે.

નર અને માદા પક્ષીઓ ઘણી વખત ભેગા થાય છે, જેમાં મોટે ભાગે માદા પક્ષી જ નર પક્ષીને સંવનન માટે આકર્ષે છે. પક્ષી તેનો માળો ઘાસનાં તંતુઓ અને નરમ પીછાઓાથી બનાવે છે. સામાન્ય રીતે તે પોતાનો માળો ઝાડની અંદર આૃથવા દિવાલમાં છિદ્ર બનાવીને બનાવે છે. તેણી તેના માળામાં ૪ થી ૬ ઈંડા મૂકે છે જે સફેદ અને લંબગોળ હોય છે. તેમના બાળકો સંપૂર્ણ ૧૮ દિવસ પછી જ ઇંડામાંથી બહાર આવે છે. ચકલી એક શાકાહારી પક્ષી છે, તે મોટાભાગે અનાજ ખાય છે.

ચકલી ઝાડ પર માળો બનાવતી નાથી હંમેશા માણસનો વસવાટ હોય તેવી જગ્યાએ રહે છે.આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે, તેમનાં રક્ષણ માટે ઘરે ઘરે તે સચવાઈ શકે તે માટે તેમનો માળો બનાવવો જરૃરી છે. પક્ષીઓ માટે માળો તૈયાર કરવા માટે, એક બોક્સનો ઉપયોગ કરવો જોઈએ જેમાં ૧.૫ ઇંચ વ્યાસનું છિદ્ર બનાવવું જોઈએ. પક્ષીઓની વિવિાધ સુંદર પ્રજાતિનાં રક્ષણ માટે સમગ્ર માનવજાતે સાથે મળીને કામ કરવું જોઈએ. આ માટે આપણે પક્ષી માટે ઘર બનાવી શકીએ અને તેના રહેઠાણની વ્યવસૃથા કરી શકીએ તેમજ દરરોજ આપણા ઘરમાં પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસૃથા કરી શકીએ. ચકલીઓનો પ્રિય ખોરાક કાંગ, ચોખા અને બાજરી છે. આપણો એક નાનકડો પ્રયાસ અનેક ચકલીઓનું જીવન બચાવી શકે છે.

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV