કોરોના મહામારીએ ફરી માથું ઉંચકીને હવે યુરોપ, આફ્રિકા સાથે એશીયાના દેશોમાં નવા સ્વરૂપમાં ફફડાટ મચાવતાં આજે વૈશ્વિક બજારોમાં અસાધારણ ગભરાટમાં સાર્વત્રિક મંદીનો કડાકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક બજારોમાં વિવિધ દેશોના શેર બજારોમાં બે ટકાથી ચાર ટકાના ગાબડાં પડી ગયા હતા.

ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ બેરલ દીઠ પાંચ ડોલર જેટલા તૂટીને બ્રેન્ટ 77 ડોલર
ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ બેરલ દીઠ પાંચ ડોલર જેટલા તૂટીને બ્રેન્ટ 77 ડોલર અને નાયમેક્ષ ક્રૂડ 73 ડોલરના તળીયે આવી ગયા હતા. ડેલ્ટા કરતાં પણ આ દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો કોરોનાનો નવો વેરિયન્ટ વધુ જોખમી હોવાના અને ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુરોપના દેશો સંક્રમણમાં ફસાયેલા છે એવામાં આ નવું સંકટ યુરોપના દેશો સાથે એશીયાના દેશોમાં આવી પહોંચતા વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડવાના અંદાજોએ વૈશ્વિક બજારોમાં મંદીનો કડાકો બોલાઈ ગયો હતો.

અમેરિકાના દેશોને મંદીનો મોટો માર સહન કરવો
આ સાથે ક્રિસમસ સમયે જ આ નવો વેરિયન્ટ આવી જતાં યુરોપ, અમેરિકાના દેશોને મંદીનો મોટો માર સહન કરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. અમેરિકી બજારો થેંકસ ગીવિંગ દિવસના કારણે બંધ રહ્યા બાદ બજારના ખુલવા પર વિશ્વની નજર રહી છે. ન્યુયોર્ક શેર બજારમાં ફયુચર્સમાં ડાઉ જોન્સ સાંજે 826 પોઈન્ટનો કડાકો અને નાસ્દાક 175 પોઈન્ટનો કડાકો બતાવતા હતા.
શેર બજારનો ફુત્સી ઈન્ડેક્સ 197 પોઈન્ટનો કડાકો
યુરોપના દેશોના બજારોમાં સાંજે લંડન શેર બજારનો ફુત્સી ઈન્ડેક્સ 197 પોઈન્ટનો કડાકો, જર્મનીનો ડેક્ષ ઈન્ડેક્સ 438 પોઈન્ટનું ગાબડું અને ફ્રાંસનો કેક 40 ઈન્ડેક્સ 250 પોઈન્ટનો કડાકો બતાવતા હતા. જ્યારે એશીયાના દેશોના બજારોમાં જાપાનનો ટોક્યો શેર બજારનો નિક્કી 225 ઈન્ડેક્સ 747.66 પોઈન્ટ તૂટીને 28751.62, હોંગકોંગનો હેંગસેંગ 659.64 પોઈન્ટ ગબડીને 24080.52, ચાઈનાનો સીએસઆઈ ઈન્ડેક્સ 36 પોઈન્ટ ઘટીને 4860 રહ્યા હતા.
READ ALSO
- શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ
- સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી
- નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન
- કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં