GSTV
Home » News » આ ટેલિફોન બૂથને જોવા માટે લોકો થાય છે તલપાપડ, બન્યુ દુનિયાનું સૌથી નાનું મ્યૂઝીયમ

આ ટેલિફોન બૂથને જોવા માટે લોકો થાય છે તલપાપડ, બન્યુ દુનિયાનું સૌથી નાનું મ્યૂઝીયમ

પહેલા જ્યારે આપણે દૂર શહેરમાં રહેતા કોઈ સંબંધી સાથે વાતચીત કરવી પડતી હતી તો આપણે ટેલિફોન બૂથ આવતા હતાં. જોકે, હવે આ સમય જતો રહ્યો છે. અત્યારે તો બધાની પાસે મોબાઈલ ફોન છે, જેનાથી આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે લોકો સાથે વાતચીત કરી શકીએ છીએ. કારણકે અત્યારે ટેલિફોન બૂથનો કોઈ ઉપયોગ નથી. જેના કારણે હવે રસ્તા પર દેખાતા નથી.

બ્રિટિશ ટેલીકોમ્યુનિકેશને પણ આ પ્રકારના કુલ 43 ટેલીફોન બૂથને હટાવવાનો નિર્ણય કર્યો, જ્યારે સ્વાભાવિક છે કે હવે તેનું કોઈ કામ નથી, પરંતુ વૉરલે કોમ્યૂનિટી એસોસિએશન નામની સંસ્થા તરફથી તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વર્ષ 2008થી આ સંસ્થા અલગ-અલગ પદ્ધતિથી પૈસા એકત્રિત કરીને આ પ્રકારની જૂની ચીજવસ્તુઓને બચાવવાનુ કામ કરતી રહી છે.

ઈંગ્લેન્ડના યૉર્કશાયરના પશ્ચિમ ભાગમાં આવા એક જૂના ટેલીફોન બૂથને મ્યૂઝિયમનું રૂપ આપવામાં આવ્યું છે. એવામાં વૉરલે કોમ્યૂનિટી એસોસિએશન દ્વારા દુનિયાના સૌથી નાના મ્યૂઝીયમની સ્થાપના કરવામાં આવી છે. જેની જગ્યા 36 વર્ગ ફૂટ છે અને આટલી નાની જગ્યામાં ઘણી સારી ઐતિહાસિક બાબતોને સજાવવામાં આવી છે. આ સંગ્રહશાળાનુ નામ ધ મેપોલ ઈન રાખવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari

શું ભારત કરી રહ્યું છે પાકિસ્તાન સામે યુદ્ધની તૈયારી, પાક સરહદે શરૂ થયો સૌથી મોટો યુદ્ધઅભ્યાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!