દુનિયાના સૌથી મોંઘા સેન્ડલ, કિંમત સાંભળશો તો અાંખો ચકરાઈ જશે

હવે તમે જ વિચારો સેન્ડલ પગમાં પહેરવા જોઈએ કે તિજોરીમાં રાખવા જોઈએ આ મામલે નિર્ણય લેવો હોય તો તમે શું કરશો, કદાચ તમે કહેશો કે સેન્ડલ કોઈ તિજોરીમાં રાખતું હશે, પરંતુ અમે જે સેન્ડલની વાત કરીએ છીએ તેને તો તમે સૌથી સુરક્ષિત લોકરમાં જ રાખવાનું પસંદ કરશો. તેનું કારણ છે કે આ સેન્ડલ સોનાના બન્યા છે અને તેમાં હીરા જડેલા છે.

શું તમે આ દુનિયાના સૌથી મોંઘા સેન્ડલ જોયા છે? અથવા તમે વિચારી શકો છો કે દુનિયાના સૌથી મોંઘા સેન્ડલની કિંમત કેટલી હશે? 1 લાખ, 10 લાખ, 50 લાખ કેટલા? આ સવાલ એટલા માટે કારણ કે જે અમે કહેવા જઈ રહ્યા છીએ તે જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો. આ અનોખા સેન્ડલનું નામ પૈશન ડાયમંડ સેન્ડલ છે અને તેની કિંમત 1.7 કરોડ ડોલર એટલે કે રૂ.1.23 અબજ છે. જેમાં 15 કેરેટનો એક બહુમુલ્ય હીરો જડેલો છે. આ ઉપરાંત 236 બીજા નાના ડાયમંડની લાઈન અને સોનાની સજાવટ તેને વધારે ખાસ બનાવે છે.

સંયુક્ત અરબ અમીરાતની બ્રાંડ જદા દુબઈએ પૈશન જવેલર્સ સાથે મળીને દુનિયાના સૌથી મોંઘા સેન્ડલ 7 સ્ટાર હોટલ બુર્જ અલ અરબમાં બુધવારે પ્રસ્તુત કર્યો. આ લક્ઝરી સેન્ડલનું નામ પૈશન ડાયમંડ સેન્ડલ રાખવામાં આવ્યું છે. આ બહુમુલ્ય સેન્ડલને ડિઝાઈન કરવામાં અને બનાવવમાં 9 મહિનાનો સમય લાગ્યો છે. આ સેન્ડલમાં હજારો હીરા જડેલા છે. તમને જણાવી દઈએ કે બ્રાંડ જદા દુબઈ હીરાજડિત સેન્ડલ બનવવા માટે જાણીતી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter