GSTV
Home » News » આ બંગલામાં રહેશે દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ, Photos જોશો તો ‘આલિશાન’ શબ્દ પણ નાનો લાગશે

આ બંગલામાં રહેશે દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ, Photos જોશો તો ‘આલિશાન’ શબ્દ પણ નાનો લાગશે

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે હવે ન્યૂયોર્કમાં નવુ ઘર લીધુ છે. જેની કિંમત 8 કરોડ ડોલર એટલે કે લગભગ 555 કરોડ રૂપિયા છે.

આ ઘર ન્યૂયોર્કના પોશ ગણાતા મેનહટન વિસ્તારમાં છે. જ્યાં તે પોતાની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે રહેશે. બેઝોસનુ નવુ ઘર 17000 ચોરસ ફૂટમાં પથરાયેલુ છે. જેમાં 12 બેડરૂમ, એક પેન્ટાહાઉસ અને બે ફ્લેટ સામેલ છે.

નવા ઘમાં લોન્જ, બોર્ડરૂમ, ગોલ્ફ સિમ્યુલેટર, સ્ક્રીન રૂમ, ગેમ રૂમ અને પ્લે રૂમ પણ બનાવાયા છે. જોકે પોતાની જરૂરિયાત પ્રમાણે હજી આ ઘરમાં ફેરફાર કરાવી શકે છે.

Amazon's founder and CEO Jeff Bezos

પહેલા કહેવાતુ હતુ કે, તેઓ આ જગ્યાએ પોતાનુ બીજુ હેડક્વાર્ટર બનાવવા માંગતા હતા. જોકે આ વિચાર હવે તેમણે માંડી વાળ્યો છે. અહીંયા તેઓ રહેવા માટે આવશે.

બેઝોસે અગાઉની પત્ની મેકેન્ઝી સાથે ગયા મહિને જ છૂટાછેડા લીધા છે. છૂટાછેડાના પગલે મેકેન્ઝીને બેઝોસે અબજો રૂપિયા વળતર ચૂકવવુ પડ્યુ છે. આમ છતા તેઓ 100 અબજ ડોલર એટલે કે 7 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે હજી પણ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.

Read Also

Related posts

આસામમાં આવેલા પુરના કારણે 3 હજાર ગામો જળબંબાકાર

Mayur

હવે રોબોટ્સ સફાઈ કરશે અને સાથે ગીત ગાઈ મનોરંજન પણ કરશે

Arohi

વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે The Lion King, કરી આટલા કરોડની કમાણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!