નાતાલાની પૂર્વ સંધ્યાએ ભારતની સૌથી મોટી ક્રિસમસ કેક અમદાવાદમાં બની, આ હતી વિશેષતા

નાતાલાની પૂર્વ સંધ્યાએ ભારતની સૌથી મોટી ક્રિસ્મસ કેક અમદાવાદમાં બનાવવામા આવી છે. 56 ફૂટ લાંબી અને 5 ફૂટ પહોળાઇ વાળી કેક, અમદાવાદના વન મોલમાં પ્રદર્શન માટે ખુલી મુકવામાં આવી હતી. 750 કિલો ગ્રામ વજન ધરાવતી આ કેક, વડોદરાની શેફ આનલ કોટક દ્વારા તૈયાર કરાઇ છે.

વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇનિડ્યામાં નામ નોધાયુ

શેફ આનલ સાથે તેમની 10 લોકોની ટીમે 110 કલાકમાં આ કેક તૈયાર કરી છે. અમદાવાદમાં તૈયાર થયેલી પ્લમ કેક વર્લ્ડ રેકોર્ડસ ઓફ ઇનિડ્યામાં નામ નોધાયુ છે. ભારતની સૌથી મોટી ક્રિસ્મસ કેકનો ખીતાબ પણ આ કેકને મળ્યો છે. કેકની ખાસિયતની વાત કરીએ તો કેકમાં ઇંડાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ડ્રાયફુટ અને ઓરેન્જ જ્યુસ સહિત અન્ય જ્યુસનો ઉપયોગ કરાયો છે.

ઝુંપડપટ્ટીમાં વસતા બાળકોમાં અપાશે

750 કિલોગ્રામની કેકમાંથી 200 કિલો ગ્રામ કેસ અમદાવાદ અને વડોદરામાં રોબિન ફુડ઼ આર્મી દ્વારા ઝુંપડપટ્ટીમાં વસતા બાળકોમાં અપાશે. તેમજ 200 કિલોગ્રામ કેકનું વિતરણ એએમસીની સ્કૂલના બાળકોને અપાશે. આ સાથે 150 કિલો ગ્રામ કેકનું વેચાણ કરીને ભંડોળ ઉભુ કરાશે. જેનો ઉપયોગ 450 બાળકોના સ્વેટરની ખરીદી અને વિતરણ માટે થશે. કેક તૈયાર કરનાર શેફ આનલ કોટકે જણાવ્યુ હતું, કે આ કેક બનાવા પાછળ એક મહિનાનો સમય લાગ્યો હતો. આ કેક માટે લિમ્કા બુંક ઓફ રેકોર્ડમાં પણ અરજી કરવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter