GSTV

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

વિશ્વમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલને પાછળ છોડીને ભારત સૌથી આગળ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 67 હજાર કેસ નોંધાયા છે. તો બીજા નંબરે બ્રાઝિલમાં 58 હજાર નવા કેસ આવ્યા છે. જ્યારે અમેરિકામાં 54 હજાર નવા પોઝીટીવ કેસ આવ્યા છે.  વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસના 63 ટકા કેસ ફક્ત ત્રણ દેશોમાં નોંધાયા છે.

વિશ્વમાં 1.37 કરોડ લોકો કોરોના સામે જીતી ચૂક્યા છે જંગ

વિશ્વમાં કોરોના સંક્રમણને મ્હાત આપી અત્યાર સુધી કુલ 1,36,97,965 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 746411 લોકો કોરોના સામે જંગ હારી ચૂક્યા છે. વિશ્વમાં હજુ પણ 63.53 લાખથી વધુ એક્ટિવ કેસ છે. વિશ્વમાં કોરોના સંક્રમણનો આંક 2.08 કરોડને પાર થઈ ગયો છે. અમેરિકામાં સૌથી વધુ 53.60 લાખ લોકો સંક્રમિત થયા છે. બ્રાઝીલમાં 31.70 લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે ભારતમાં 23.97 લાખ લોકો સંક્રમિત થયા છે. રશિયામાં 9 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

અમેરિકામાં 18 રાજ્યોમાં છે 1 લાખથી વધુ કેસ

અમેરિકામાં સૌથી વધુ સંક્રમણના કેસ કેલિફોર્નિયામાં નોંધાયા છે. કેલિફોર્નિયામાં સંક્રમણની સંખ્યા 6 લાખની નજીક પહોંચી ગઈ છે. કેલિફોર્નિયામાં અત્યાર સુધી 5.95 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે ફ્લોરિડામાં પણ કોરોના સંક્રમણની સંખ્યા 5.51 લાખ થઈ છે. ટેક્સાસમાં પણ કોરોનાનો હાહાકાર યથાવત છે. જ્યાં 5.33 લાખ લોકોમાં કોરોના પહોંચી ચૂક્યો છે. ન્યૂયોર્કમાં 4.53 લાખ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. અમેરિકાના 18 રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસ 1 લાખથી વધારે નોંધાયા છે. 2 લાખથી વધુ કેસ હોય તેવા 7 રાજ્યો છે.

વિશ્વના 4 દેશોમાં કોરોના સંક્રમણની સ્થિતિ

દેશછેલ્લા 24 કલાકકુલ કેસકુલ મોત
ભારત67066239547147138
બ્રાઝિલ580813170474104263
અમેરિકા543455360302169131
કોલંબિયા 1206642251913837

8 ઓગસ્ટના 65હજાર રેકોર્ડબ્રેક કેસ હતા

ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાક અત્યાર સુધીનો સૌથી વધુ એક દિવસીય રેકોર્ડેબલ આંક સાથે 67 હજારને પાર થયો છે. વર્ડોમિટરના આંક મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 67066 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. દેશમાં આ અગાઉ 8 ઓગસ્ટના 65હજાર રેકોર્ડબ્રેક કેસ હતા. એક સપ્તાહ કરતા ઓછા સમયમાં કોરોનાના કેસોમાં નવો રેકોર્ડ બન્યો છે.

29 જુલાઈ બાદ 50 હજારથી નીચે નથી આવ્યો આંક

દેશમાં 29 જુલાઈ બાદ કોરોના સંક્રમણનો આંક 50 હજારથી નીચે આવ્યો જ નથી. દેશમાં છેલ્લા 28 જુલાઈ સુધીમાં 15.32 લાખ કેસ હતા. અર્થાત દેશમાં છેલ્લા 15 દિવસમાં 9 લાખથી વધુ લોકો ઈન્ફેક્ટેડ થયા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 23.97 લાખથી વધારે લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવી ચૂક્યો છે. જેમાં 47 હજારથી વધુ લોકોના કોરોનાને કારણે મોત પણ થયા છે. જ્યારે દેશમાં 17 લાખજેટલા લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે.  દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 6.52 લાખને પાર થઈ છે.

Related posts

આ જ બાકી હતું! તાનાશાહ કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, સ્કૂલના બાળકોએ દરરોજ દોઢ કલાક કરવું પડશે આ કામ

Bansari

આઝાદી બાદ પ્રથવાર કરોડો ખેડૂતો વચેટિયાઓથી આઝાદ થયા : મોદીએ બિલના ગણાવ્યા આ ફાયદા

pratik shah

અગત્યનું/ પાલતુ જાનવર માટે હવે લેવું પડશે લાયસન્સ, આ કામ નહીં કરો તો થશે કાર્યવાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!