GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

બ્રાઝીલમાં કોરોના કાબુ બહાર, 1 મહિનામાં વધ્યા 4.83 લાખ નવા પોઝીટીવ

ચીનના વુહાન શહેરથી શરુ થયેલો કોરોના વાયરસથી સમગ્ર દુનિયાના બેહાલ થઇ ચુકી છે. હવે આ મહામારીના નવા હોટસ્પોટ તરીકે લેટિન અમેરિકાના દેશ બ્રાઝિલ ઊભરી રહ્યું છે. વિશ્વમાં નવા વધતા પોઝીટીવ કેસમાં બ્રાઝીલ અત્યારે સૌથી ઉપર છે. બ્રાઝીલમાં અમેરિકાથી પણ વધારે નવા પોઝીટીવ કેસ આવી રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં બ્રાઝીલમાં નવા પોઝીટીવ કેસનો આંક ખૂબજ ઊંચો ગયો છે. બ્રાઝીલમાં 3 મેના રોજ 101147 પોઝીટીવ કેસનો આંક હતો આજે 584562 પોઝીટીવ કેસ થયા છે. બ્રાઝીલમાં છેલ્લા 1 મહિનામાં 4.83 લાખ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં કોરોના સંક્રમણના 5.85 લાખ પોઝીટીવ કેસ આવ્યા છે. જેમાં32568 લોકોના મોત પણ થયા છે. બ્રાઝીલમાં 266132 લોકો સાજા પણ થયા છે. હજુ પણ 285862 એક્ટિવ કેસ છે.

અમેરિકાથી પણ વધુ આવી રહ્યા છે નવા પોઝીટીવ

બ્રાઝીલમાં કોરોના પોઝીટીવ કેસનો આંક સતત વધી રહ્યો છે. બ્રાઝીલમાં અત્યાર સુધી સૌથી વધુ 30102 એકજ દિવસમાં સૌથી વધુ પોઝીટીવ આવ્યા છે. બ્રાઝીલમાં છેલ્લા 2 દિવસથી પોઝીટીવ કેસનો આંક અમેરિકા કરતાં પણ વધારે આવે છે. અમેરિકામાં 20 હજાર આસપાસ નવા કેસ આવી રહ્યા છે જ્યારે બ્રાઝીલમાં છેલ્લા 2 દિવસથી 27 હજારથી વધુ નવા પોઝીટીવ કેસ આવી રહ્યા છે. બ્રાઝીલમાં છેલ્લા બે દિવસથી મોતનો આંક પણ 1000થી વધારે થયો છે. બ્રાઝીલમાં 2 જૂનના 1232 લોકોના મોત થયા હતા તો 3 જૂનના 1269 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં નવા પોઝીટીવ કેસ સાથે મોતની સંખ્યા પણ સતત વધી રહી છે.

અર્થવ્યવસ્થા ઠપ સાથે કોરોના કાબુ બહાર રહ્યો

બ્રાઝીલમાં 21 મેના 3 લાખનો આંક પાર થયો હતો. અહીં પરિસ્થિતિ બદથી બદતર થઇ રહીં છે. અર્થવ્યવસ્થા ઠપ થવાની સાથે દરરોજ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 1.22 કરોડની વસ્તી ધરાવતો સાઓ પૌલોમાં કોરોનાના કેસના કારણે ઇમર્જન્સી બેડની માગમાં વધારો થયો છે. દેશમાં ઇમર્જન્સી જેવી પરિસ્થિતિ ઊભી થઇ ગઇ છે. બ્રાઝીલની તમામ સરકારી હોસ્પિટલ ક્ષમતાથી 90 ટકા ભરાઇ ગઇ છે.

8 દિવસથી સતત 1 લાખથી વધારે નવા સંક્રમણના કેસ

વિશ્વમાં છેલ્લા 8 દિવસથી સતત 1 લાખથી વધારે નવા સંક્રમણના કેસ આવી રહ્યા છે. વિશ્વમાં છેલ્લા 8 દિવસમાં 9.22 લાખ કેસ નોંધાયા છે. સામે 34809 લોકોના મોત પણ થયા છે. વિશ્વમાં સૌથી વધુ 29 મેના કોરોના પોઝીટીવનો આંક 125511 થયો હતો. વિશ્વમાં 8429 લોકોના એક જ દિવસે મોતનો સૌથી ઊંચો આંક 17 એપ્રિલે નોંધાયો હતો. હાલમાં 3 જૂનના પણ વિશ્વમાં નવા 1.21 લાખ નવા પોઝીટીવ કેસ આવ્યા છે. વિશ્વમાં 30 મેના પણ 1.24 લાખ પોઝીટીવ કેસ આવ્યા હતા. 3 જૂનના નોંધાયેલા પોઝીટીવ કેસ અત્યાર સુધીનો ત્રીજો ઊંચો આંક છે.

READ ALSO

Related posts

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

Harshad Patel

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana

PM મોદીને ધમકી દેનારી આ ગાયીકા છોડવા માંગે છે પાકિસ્તાન, કહ્યું ભારત વધારે સારૂ છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!