GSTV
Gujarat Government Advertisement

શું દુનિયામાંથી ક્યારેય નહીં જાય કોરોના? નવા વેરિઅન્ટથી નિષ્ણાતોની ચિંતામાં થયો વધારો

કોરોના

Last Updated on May 8, 2021 by Bansari

ગયા વર્ષ સુધી આપણે વિચારતા હતા કે થોડા સમય પછી કોરોના જતો રહેશે.. અને ફરી બધુ સામાન્ય થઈ જશે. પરંતુ આ વિચારસરણી ચોક્કસપણે ખોટી સાબિત થઈ છે. ફ્લૂની જેમ, SARS-CoV-2  પણ મનુષ્યનો કાયમી દુશ્મન બની શકે છે. SARS-CoV-2 ફ્લુ કરતા ઘણો ખતરનાક સાબિત થઈ  શકે છે.. અને જો કોરોના ધીરે ધીરે કાયમી સમાપ્ત પણ થઈ જશે તો પણ ત્યાં સુધીમાં આપણું જીવન અને રહેણીકરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હશે..

સામાન્ય રીતે જયારે લોકોમાં હર્ડ ઇમ્યુનીટી પેદા થઈ જાય છે ત્યારે મહામારીમાંથી મુક્તિ મળી જાય છે.. કારણકે તેમાના મોટા ભાગના લોકોમાં રોગ થયા બાદ અથવા વેક્સીન લેવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ જાય છે.. અને રોગપ્રતિકારક શક્તિ વધવાથી તે બીમારી વધુ ફેલાવાની શક્યતા નહિવત થઈ જાય છે.. દુનિયાભરમાં દરેક રોગ રસીકરણ બાદ ખતમ થઈ જાય છે તેવું જોવા મળે  છે..

કોરોના

પરંતુ કોરોના કેસમાં તાજેતરના વિકાસ સૂચવે છે કે કોવિડ -19 સામે લડવા માટે આપણે ક્યારેય હર્ડ ઈમમુનિટી નહીં મેળવી શકીએ. અમેરિકામાં પણ, જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે અને બીજા દેશોમાં પણ જ્યાં ઝડપી વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે ત્યાં પણ હજી સુધી હર્ડ ઈમમુનિટી મેળવવી શકય નથી થઇ.. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ક્રિસ્ટોફર મૂરે અને લંડન સ્કૂલ ઓફ હાઈજીને એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પીટર પિયોતે વિશ્લેષણ દ્વારા આ બાબત જણાવી હતી..

બ્લૂમબર્ગના એક લેખ અનુસાર, આનું મુખ્ય કારણ એ છે કે જે નવા વેરિયન્ટ્સ મળી રહ્યાં છે, તેના લક્ષણો એક નવા જ વાયરસ જેવા છે. દક્ષિણ આફ્રિકાના એક જૂથ પર ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું હતું કે જેમને પહેલા કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો પરંતુ બાદમાં તેમનામાં નવા મ્યુટન્ટ્સ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થયો ન હતો અને ફરીથી ચેપ લાગ્યો હતો. બ્રાઝિલના પણ કેટલાક ભાગોમાં આજ પ્રકારના અહેવાલો મળ્યા હતા જ્યાં કોરોના ફરીથી ફાટી નીકળ્યો હતો અને બાદમાં તેમણે ફરીથી આ રોગચાળાનો સામનો કરવો પડ્યો હતો.

માટે હાલની મહામારીથી બચવા માટે રસીકરણ એક જ વિકલ્પ છે. અમુક વેક્સીન કોવિડ -19 ના નવા વરિએન્ટ સામે લડવામાં પણ સક્ષમ છે પરંતુ થોડા સમય પછી તે પણ સંપૂર્ણ રીતે અસરકારક રહેશે નહીં.

રસી ઉત્પાદકો પહેલેથી જ નવી રસી તૈયાર કરવા પર કામ કરી રહ્યા છે. ખાસ કરીને, પહેલા પણ કહેવામાં આવ્યું છે કે mRNA તકનીકના આધારે કોરોના રસીની ઇતિહાસની કોઈ પણ રસી સાથે તુલના કરી શકાય છે અને તેને ઝડપથી અપડેટ કરી શકાય છે. પરંતુ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ હજી પણ રસી બનાવવાની, મોકલવાની, વિતરણ કરવાની ખુબ જરૂર છે.

જો રસીકરણની પ્રક્રિયાને પૂરતા પ્રમાણમાં ઝડપી ન કરવામાં આવી અને સમગ્ર વિશ્વનું રસીકરણ ન કરવામાં આવ્યુ તો આ મહામારી સમાપ્ત થવાની નથી. શક્ય છે કે ઇઝરાઇલની જેમ વિશ્વના નાના ભાગમાં નાની વસ્તીની રસીકરણ પૂર્ણ થઈ જશે. પરંતુ આ લાંબા સમય સુધી અસરકારક રહેશે નહીં કારણકે વાયરસ ફરીથી નવા સ્વરૂપમાં સામે આવશે અને જેમને રસી આપવામાં આવી નથી ત્યાં તેનો નવો RNA  જોવા મળશે.

આ પહેલા સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે વિશ્વનું ધ્યાન એ તરફ દોર્યું હતું કે વિશ્વમાં 75% રસીકરણ માત્ર 10 દેશોમાં  જોવા મળ્યું હતું, જ્યારે બીજા 130 દેશો એવા છે જ્યાં એક પણ વ્યક્તિનું રસીકરણ હજુ શક્ય નથી થયું .. આ પહેલા કોરોના વાયરસના સંક્ર્મણમાં ફક્ત શરદી ખાંસી તાવ જેવા જ લક્ષણો જોવા મળતા હતા પરંતુ હવે આ લક્ષણો ખુબ ઘાતક બની ચુક્યા છે..

Read Also

Gujarat Government Advertisement

Related posts

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave

ચીને ફેલાયો કોરોના? વાઇરસના સ્ત્રોતના ખુલાસા પહેલા જ ડ્રેગને નષ્ટ કર્યા પુરાવા, રિપોર્ટમાં ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!