GSTV

સામે આવી પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક, સાથે રજૂ થયુ વાઇ-ફાઇ હેલમેટ

Last Updated on November 15, 2018 by

ઇટલીના શહેર મિલાનમાં ચાલી રહેલા EICMA મોટર શો 2018માં દુનિયાની સૌથી પ્રિમિયમ બાઈકને રજૂ કરવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક બાઇકને આર્ક વેક્ટરના નામથી માર્કેટમાં ઉતારવામાં આવી છે, જેમાં સેમસંગની 16.8 kWhની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે અડધા કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે.

આર્ક વ્હીકલ્સ મુજબ બાઈક 3 સેકન્ડમાં 0-60mphની ઝડપ સુધી પહોંચવામાં સક્ષમ છે જેની ટૉપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક છે. બાઇકની બૉડીને સંપૂર્ણ રીતે કાર્બન ફાઇબરથી બનાવવામાં આવી છે, જેનું વજન 220 કિલોગ્રામ છે. બાઇકમાં કાર્બન બૉડી સિવાય કાર્બન ફાઇબલ સ્વિંગ આર્મ્સ, કસ્ટમ ઓહલિંસ ડેંમ્પર્સ, બ્રેબોના બ્રેક સિસ્ટમ આપવામાં આવ્યા છે.

કંપનીએ બાઈકની સાથે એક હેલમેટ, હેપ્ટિક જેકેટ અને ઓરિજિન જેકેટને પણ રજૂ કરવામાં આવ્યું છે. હેલમેટમાં wi-fi, કીલેસ ઇગ્નિશન ફૉબ અને રિયર વિજન સિસ્ટમ આપવામાં આવી છે. આ હેલમેટની રસપ્રદ વાત એ છે કે જેની સ્કીન પર સ્પીડની સાથે બાઇકની અન્ય માહિતી પણ દેખાશે.

આ સિવાય બાઇકની સાથે આપવામાં આવેલી ઓરિજિન જેકેટમાં 3 મોડ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અર્બન મોડ રાઇડરને બ્લાઇન્ડ સ્પોટમાં કોઈ અન્ય વેહીકલ ચલાવવાની વોર્નિગ આપે છે. બીજી સ્પોર્ટસ મોડ બાઇકની ડાયનમિક પોઝિશન રાઇડરને બતાવે છે. તો તેનો ત્રીજો ઇયૂફોરિક મોડ રાઇટરને હેલમેટ સાથે જોડાયેલી માહિતી પ્રદાન કરે છે.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!