GSTV

બાપ રે બાપ! આ છે દુનિયાના સૌથી મોંઘા ‘ભોજન’, કિંમત જાણીને એક ધબકાર ચુકી જશો

Last Updated on July 20, 2021 by Pritesh Mehta

ભોજન આપણી જીવનજરૂરી બાબત છે, તેના વગર આપણે જીવિત ન જ રહી શકીયે. જોકે, હવે ઘણા લોકો પેટ ભરવા માટે જ નહિ પરંતુ કંઈક નવું ટેસ્ટ કરવાના પણ શોખીન હોય છે. તેમની આ જ આદતને ધ્યાનમાં રાખીને દુનિયાભરના અનેક આલીશાન રેસ્ટોરન્ટ પોતાનો વેપાર વધારવા માટે વાર-તહેવારે નવી નવી વાનગીઓ ઉમેરતા હોય છે. એવી ડીશ મોટા ભાગે મોંઘી હોય છે અને તેનું બિલ ચૂકવવું દરેકના ખિસ્સાની વાત નથી હોતી. આજે આપણે જોઈશું જગતના આવા જ મોંઘા ભોજનની ડીશ વિષે.

ભોજન

આ છે દુનિયાનું સૌથી મોંઘુ ભોજન

દુનિયાનું સૌથી મોંઘુ ભોજન ‘કૈવિયાર અલ્માસ’ ભોજન છે, આ ભોજન વાસ્તવમાં દુર્લભ ઈરાની બેલુગા માછલીના ઈંડામાંથી બનેલ સ્ટર્જન હોય છે, જે 60થી 100 જુના હોય છે. ખાવાની આ વસ્તુ માત્ર લંડનના પિકાડીલીમાં કૈવિયાર હાઉસ અને પૃનિયરમાં મળે છે. સંપૂર્ણ રીતે બની ગયા બાદ આ કૈવિયાર અલ્માસ ભોજનની કિંમત 36 હજાર ડોલર એટલે કે અંદાજિત 27 લાખ રૂપિયા પ્રતિ ચમચી વેચાય છે.

લિંડથ હોવે પુડિંગ મીઠાઈ

આ દુનિયાની સૌથી મોંઘી મીઠાઈ છે. તેને હાઈ-એન્ડ બેલ્જીયન ચોકલેટ, ગોલ્ડ, કૈવિયાર અને 2 કેરેટના હીરા માંથી બને છે. આ એક ફેબરેજ઼ ઈંડાની ઉપર પીરસવામાં આવે છે. આ મીઠાઈ 34 હજાર 531 ડોલર પ્રતિ પુડિંગ (ટુકડો) વેચાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તેના એક ટુકડાની કિંમત અંદાજે 25 લાખ 76 હજાર રૂપિયા સુધીની હોય છે.

યુબારી કિંગ મેલન-તરબૂચ

યુબારી કિંગ મેલન એક જાપાની તરબૂચ છે. તે અંદરથી નારંગી રંગનું હોય છે. તેની મીઠાશમાં એક અલગ જ સુગંધ હોય છે. જાપાનમાં ઉગતું આ તરબૂચ દુનિયાનું સૌથી મોંઘુ ફળ છે. યુબારી તરબૂચની કિંમત 6000 સુધીની હોય છે. જોકે, એક નિલામીમાં તેની 29 હજાર ડોલર સુધીની બોલી લાગી હતી. જાપાનના ધનાઢ્ય લોકો ખુશીના પ્રસંગે આ તરબૂચ ભેટ આપે છે.

મીટ પાઈ ડીશ

યુકેના લંકાશાયરમાં ‘મીટ પાઈ’ ડીશ મળે છે. આ મીટ પાઈ દુનિયાની સૌથી મોંઘા ખાદ્ય પદાર્થો જાપાની વાગ્યું બીફ, ચીની મૈત્સુતકે મશરૂમ, વિન્ટર બ્લેક ટ્રફલ અને ફ્રેન્ચ બ્લુફુટ મશરૂમ મિલાવીને બનાવવામાં આવે છે. તેની કિંમત લગભગ 14 હજાર ડોલર એટલે કે 10 લાખ 45 હજાર રૂપિયા હોય છે. તેને સોનાના વર્કથી સજાવવામાં આવે છે જેને કારણે તે દુનિયાની સૌથી મોંઘી ડીશ બની જાય છે.

લુઇ XIII પિઝા

લુઇ XIII પિઝા દુર્લભ ખાદ્ય પદાર્થોને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આતાને 72 કલાક સુધી રાખીને તેમાં મસાલા મિક્સ કરવામાં આવે છે. ત્યાર બાદ તેના પર બુફાલા મોઝરેલા લગાવવામાં આવે છે. ત્યારબાર પિઝા પર પનીરનું મિશ્રણ મિલાવવામાં આવે છે.સંપૂર્ણપણે તૈયાર થયા બાદ આ પિઝા લગભગ 12 હજાર ડોલર એટલે કે લગભગ 9 લાખ રૂપિયામાં વેચાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!