GSTV

દુનિયાની સૌથી ખતરનાક જેલ: કેદીઓ એકબીજાને મારી નાખે છે, અમુક તો માર્યા બાદ મૃતદેહને પણ ખાય જાય છે !

સમાજમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે ગુનેગારોને કાયદાકીય સજા આપી જેલની પાછળ ધકેલી દેવામાં આવે છે. દુનિયાભરની જેલોની આપે અનેક કહાની સાંભળી હશે. અનેક જેલો એવી છે, જ્યાં કેદીએ સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર થાય છે. તો ઘણી જેલમાં તો થર્ડ ડિગ્રી આપી ટોર્ચર પણ કરાય છે. પણ આજે અમે એક એવી જેલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દુનિયાની સૌથી ખતરનાક જેલોમાં સામેલ છે. અહીં કેદીઓને દર સમયે મોતનો ખતરો રહેલો છે.

કેદીઓ અંદરો અંદર એકબીજાને મારી નાખે છે

હકીકતમાં જોઈએ તો, આ જેલનું નામ ગીતારામ સેન્ટ્રલ જેલ છે. જે આફ્રિકાના રવાંડામાં આવેલી છે. એવુ કહેવાય છે કે, આ જેલમાં સુરક્ષા કર્મીઓ કેદીઓને કોઈ નુકસાન પહોંચાડતા નથી. પણ કેદીઓ અંદરોઅંદર એકબીજાને મારી નાખતા હોય છે. હૈરાન કરનારી વાત તો એ છે કે, અમુક કેદીઓ એકબીજાને મારીને ખાઈ પણ જાય છે.

ક્ષમતા કરતા વધુ કેદીઓ

ગીતારામ સેન્ટ્રલ જેલની ક્ષમતા 600 કેદીઓની છે. પણ અહીં 7000થી વધારે કેદીઓને રાખવામાં આવ્યા છે. જેલમાં જગ્યા ન હોવાના કારણે કેદીઓને આખો દિવસ ઉભા રહેવુ પડે છે.

દરરોજ 8 લોકોના થાય છે મોત

ગીતારામ જેલમાં કેદીઓ રાત દિવસ ઉભા રહેતા હોવાથી જલ્દીથી એકબીજાની બિમારીની ચપેટમાં આવી જાય છએ. જેના કારણે તેમના મોત થાય છે. આ જેલમાં દરરોજ 8 લોકોના મોત થાય છે.જો કે, માનવાધિકાર સંગઠનો આ જેલની વ્યવસ્થાને લઈ વિરોધ કરતા આવ્યા છે. જો કે, તેમ છતાં પણ અહીના જીવનમાં કોઈ સુધારો થયો નથી.

READ ALSO

Related posts

Income Tax પેયર્સ માટે રાહતના સમાચાર: ITR ભરવાની ડેડલાઈન વધી, હવે 30 નવેમ્બર સુધી કરી શકશો ફાઈલ

Mansi Patel

કામના સમાચાર/ CNG ગેસના ભાવમાં આજથી થશે ઘટાડો, રાજ્યના અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો

pratik shah

કામની વાત/ આજથી લાગુ થઇ રહ્યાં છે આ ટ્રાફિકના આ નવા નિયમ, જાણો હવે પોલીસ રોકે તો શું કરશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!