GSTV

વિદેશી મીડિયામાં ટ્રમ્પનો ભારત પ્રવાસ : ‘મોદીએ ટ્રમ્પ માટે પસંદ કર્યો તેમનો પહેલો પ્રેમ’

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈને વિદેશી મીડિયામાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. હંમેશા ટ્રમ્પની નીતિઓની ટીકા કરનાર ન્યૂયોર્ક ટાઈમ્સે આ પ્રવાસને લઈને ટોણો માર્યો છે. તો સીએનએનએ મોદી મોડેલની વાત કરી.

પીટર બેકરે પોતાના લેખમાં ટ્રમ્પ પર કટાક્ષ કર્યો

ન્યૂયોર્ક ટાઈમ્સના પત્રકાર પીટર બેકરે પોતાના લેખમાં ટ્રમ્પ પર કટાક્ષ કર્યો છે. લેખમાં જણાવ્યું છે કે, બ્રિટન પાસે મહારાણી છે તો તેમણે બર્કિધમ પેલેસમાં ડિનરનું આયોજન કર્યું. ફાંસે બેસ્ટાઈલ ડે માટે રાષ્ટ્રપતિને બોલાવ્યા જેથી તેમને તેની સૈન્ય પરેડ દેખાડી શકે. જાપાનની પાસે શાસક છે, તો તેમણે મિસ્ટર ટ્રમ્પને નવ નિયુક્ત સમ્રાટ અને સુમો મેચ જોવા માટે બોલાવ્યા.

મોદીએ મિસ્ટર ટ્રમ્પના પહેલા પ્રેમ ભીડને બોલાવી

લેખમાં આગળ જણાવ્યું કે, ભારતના પ્રધાનમંત્રી મોદીએ મિસ્ટર ટ્રમ્પના પહેલા પ્રેમ ભીડ ને બોલાવી. અમદાવાદમાં તેના કાર્યક્રમમાં એક લાખ લોકો હાજર રહેશે અને એક લાખ લોકો રોડ શો દરમિયાન રહેશે.

અલ જજીરાએ ગણાવ્યો રાજનીતિક કમાશા

ખાડી દેશમાં પ્રમુખ અખબાર અલ જજીરાએ આને રાજનીતિક તમાશા જણાવ્યો. સાથે તેમણે ભારત પ્રવાસ પહેલા ટ્રમ્પ દ્નારા ભારતીય લોકોની ટીકા કરવાની વાતની પણ નોંધ લીધી. આ ઉપરાંત સીએએના વિરોધમાં થતા પ્રદર્શનોનો પણ ઉલ્લેખ કર્યો. મીડીયાના પૂર્વ રાજદ્વારી કંવલ સિબ્બલેથી આ પણ કહ્યું કે, ટ્રપ પાસે ભારતના અલ્પસંખ્યકોનો મુદ્દો ઉઠાવવાનો નૈતિક અધિકાર નથી.

સચિનનું નામ ખોટી રીતે લેવા બદલ ટિકા

ડેલી મેલ અને સીએએને ભારતના પૂર્વ ક્રિકેટર સચિનના નામનું ખોટુ ઉચ્ચારણ કરવા બદલ ટિકા કરી હતી. ડેલી મેલે લખ્યું કે, એક લાખથી વધુ લોકો સામે ટ્રમ્પે ભારતના મહાન ક્રિકેટર સચિનને સુચિન રહીને બોલાવ્યો. આ જ રીતે વિરાટ કોહલીને વિરોટ કો-લી રહીને બોલાવ્યો.

પાકિસ્તાને મીડિયાએ વ્યાપારી સંબંધોનો મુદ્દો ઉઠાવ્યો

પાકિસ્તાની મીડિયા ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને ટ્રમ્પના પ્રવાસ પહેલા અમેરિકા અને ભારતના વ્યાપારિક સંબંધનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે લખ્યું કે, ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન બન્ને દેશ વચ્ચે થયેલા વ્યાપારિક વિવાદને ઉકેલવો મુશ્કેલ છે.

READ ALSO

Related posts

Coronaના સંકટ વચ્ચે રાહતના સમાચાર: અત્યાર સુધી 102 દર્દીઓ ડિસ્ચાર્જ, જાણો ગુજરાતમાં કેટલાં લોકો સ્વસ્થ થયાં

Bansari

કોરોના વાયરસનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, વીડિયો કોન્ફરન્સથી થઈ સુનાવણી

pratik shah

સમગ્ર વિશ્વને ઝપેટમાં લેનાર કોરોનાનો આવી રીતે થાય છે ટેસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!