GSTV

સાબરમતી આશ્રમની વિશ્વના દિગ્ગજ નેતાઓ મુલાકાત લઈ ચૂક્યા છે, પણ ટ્રમ્પના આવતાં જ રેકોર્ડ બની જશે

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવનારા અમેરિકાના સાતમા રાષ્ટ્રપતિ બનશે. જોકે, અગાઉના કોઇ પણ અમેરિકન રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીની કર્મભૂમિ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી નથી. આમ, ટ્રમ્પ સાબરમતી આશ્રમની મુલાકાત લેનારા અમેરિકાના સૌપ્રથમ રાષ્ટ્રપતિ બનશે. જોકે, અમેરિકાના એક પૂર્વ રાષ્ટ્રપતિ અને બે મહાનુભાવ અગાઉ સાબરમતી આશ્રમની મુલાકાત લઇ ચૂક્યા છે. જેમાં વર્ષ બિલ ક્લિન્ટને વર્ષ 2001માં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.

કોણે કોણે લીધી હતી મુલાકાત ?

બિલ ક્લિન્ટનનો અમેરિકન રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ જાન્યુઆરી 2001માં પૂર્ણ થયો હતો અને તેના ચાર મહિના બાદ એપ્રિલમાં તેમણે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આ સિવાય 2013થી 2017માં અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ રહી ચૂકેલા જ્હોન કેરી જૂન 2015માં સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા હતા.

મુલાકાત લેનારા વિશ્વના દિગ્ગજ રાષ્ટ્રપતિઓ

1993થી 2001 દરમિયાન અમેરિકાના ફર્સ્ટ લેડી રહી ચૂકેલા હિલેરી ક્લિન્ટને વર્ષ 1995માં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. તાજેતરમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેનારા અગ્રણી મહાનુભાવોમાંથી ચીનના પ્રેસિડેન્ટ શી જીનપિંગ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

1 વખત મોબાઈલ રિચાર્જ કરાવી આખું વર્ષ કરો અનલિમિટેડ વાતો, આ કંપનીઓ આપી રહી છે બેસ્ટ ઓફર

Sejal Vibhani

કોરોનાની ગાઇડલાઇન સાથે દિલ્હીમાં ખુલી શાળાઓ, 10 માસ પછી બાળકો પહોંચ્યા સ્કૂલ

Mansi Patel

મહેશ માંજરેકરની વિરુદ્ધ FIR દાખલ, કારની ટક્કર બાદ મારપીટનો આરોપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!