આજે શનિવારે સેના દિવસ નિમિત્તે રાજસ્થાનના જૈસલમેર ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર ખાદીમાંથી બનેલો રાષ્ટ્રીય ધ્વજ ‘તિરંગો’ લહેરાવવામાં આવશે. આ તિરંગો લોંગેવાલામાં પ્રદર્શિત કરવામાં આવશે જે 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ઐતિહાસિક યુદ્ધનું મુખ્ય કેન્દ્ર હતું.
225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો છે તિરંગો
આ તિરંગો 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો છે અને તેનું વજન 1,400 કિગ્રા છે. આ ઝંડો તૈયાર કરવામાં ખાદીના 70 કારીગરોને 49 દિવસ લાગ્યા હતા. સ્મારક રાષ્ટ્રીય ધ્વજના નિર્માણથી ખાદી કારીગરો અને શ્રમિકોને 3,500 કલાકનું વધારાનું કામ મળ્યું છે. આ ઝંડાને બનાવવામાં 4,500 મીટર હાથથી કાંતેલા અને હાથથી વણેલા ખાદીના સુતરાઉ ધ્વજપટનો ઉપયોગ કરવામાં આવેલો છે જે 33,750 વર્ગ ફૂટના કુલ ક્ષેત્રફળને કવર કરે છે. ધ્વજમાં અશોક ચક્રનો વ્યાસ 30 ફૂટ છે.
ખાદીનો આ 5મો તિરંગો ફરકાવાશે
2 ઓક્ટોબર, 2021ના રોજ લેહ ખાતે તિરંગાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ખાદી દ્વારા સાર્વજનિક પ્રદર્શન માટે બનાવાયેલો આ 5મો ધ્વજ છે. બીજો તિરંગો 8 ઓક્ટોબર, 2021ના રોજ વાયુ સેના દિવસના અવસર પર હિંડન એરબેઝ પર અને 21 ઓક્ટોબર, 2021ના રોજ લાલ કિલ્લા પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તે જ દિવસે ભારતમાં 100 કરોડ વેક્સિનેશન ડોઝનો આંકડો પૂરો કરવામાં આવ્યો હતો. 4 ડિસેમ્બર, 2021ના રોજ નૌસેના દિવસની ઉજવણી માટે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે નૌસેના ડોકયાર્ડમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.
તિરંગો ભારતીયતાની સામૂહિક ભાવના અને ખાદીના વારસા શિલ્પકલાનું પ્રતીક છે. આ તિરંગાને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પર ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો છે. ઐતિહાસિક અવસરો પર પ્રમુખ સ્થળોએ ધ્વજને પ્રદર્શિત કરવા માટે તેને સુરક્ષાબળોને સોંપવામાં આવ્યો છે.
READ ALSO
- તૂટેલા ફોનને નથી છોડી રહ્યો પ્રખ્યાત ફૂટબોલર, પૂછ્યું તો આપ્યો દિલ જીતી લે તેવો જવાબ
- 13 રાજ્યોમાં સર્જાઈ શકે છે વીજસંકટ, 3 રાજ્યોની 27 વીજ વિતરણ કંપનીઓ પર લાગ્યો પ્રતિબંધ
- બોયકોટ વિવાદ વચ્ચે સલમાનની આગામી ફિલ્મ ‘ભાઈજાન’નો ફર્સ્ટ લૂક વાયરલ, એક્ટરે શેર કરી તસવીર
- કેજરીવાલે ભરાવ્યા/ ભૂપેન્દ્ર પટેલ સરકારનું નાક દબાવશે આંદોલનો, પોલીસનું પેકેજ સરકારને ભારે પડશે
- PIB Fact Check/ SBIના 45 કરોડ ગ્રાહકો માટે અગત્યના સમાચાર, બદલાઈ ગયા ટ્રાન્ઝેક્શનના નિયમ? જાણો શું છે હકીકત