GSTV
Gujarat Government Advertisement

મોબાઈલ ઉત્પાદકમાં ચીન બાદ ભારત બીજા નંબરે

Last Updated on August 21, 2019 by Alap Ramani

ભારત દુનિયાનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો છે. ચીન આજે પણ પહેલા નંબર પર છે.
ઇન્ડિયન સેલ્યુલર એસોસિયેશન આઇસીએ તરફથી ટેલિકોમ મિનિસ્ટર મનોજ સિંહા અને આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદ સાથે શેર કરવામાં આવેલી માહિતીમાં આ બાબત સામે આવી છે. ભારતે હેન્ડસેટના ઉત્પાદનમાં વિયેતનામને પાછળ રાખી દીધું છે. એસોસિયેશના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ મહેન્દુએ આ બન્ને મંત્રીઓને પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે ભારત સરકાર, આઇસીએ અને એટીટીએફના પ્રયાસોથી ભારતમાં મોબાઇલ ઉત્પાદન વિક્રમી રીતે થયું છે. ભારત મોબાઇલ ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરનો દેશ બન્યો છે. એસોસિયેશને ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિકલ અને વિયતનામના જનરલ સ્ટેટેસ્ટિકલ ઓફિસથી મળેલા આંકડાનો હવાલો આપ્યો છે.
આઇસીએના આંકડા પ્રમાણે દેશમાં મોબાઇલ ફોનનું વાર્ષિક ઉત્પાદન 2014માં 30 લાખ યૂનિટ હતું તે 2017માં વધીને 1.1 કરોડ યૂનિટ થયું છે. દેશમાં મોબાઇલ ફોન ઉત્પાદનમાં વધારો થવાની સાથે તેની આયાતમાં પણ ઘટાડો થયો છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના ફાસ્ટ ટાક્સ ફોર્સે 2019 સુધીમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન 50 કરોડ યૂનિટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. જેની અનુમાનિત વેલ્યુ 46 અબજ ડોલર થશે. એફટીટીએફમાં ઇન્ડસ્ટ્રીઝ અને સરકાર સભ્ય છે. આ સંસ્થાએ કહ્યું છે કે મોબાઇલ મેન્યુફેક્ચર સેક્ટરમાં 2019 સુધીમાં 15 લાખ નવી નોકરીઓનું ડાયરેક્ટ તેમજ ઇનડાયરેક્ટ સર્જન થશે.

Gujarat Government Advertisement

Related posts

કાળઝાળ ગરમીમાં કાર ડ્રાઈવ કરતા પહેલાં આટલી બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખજો, મળશે શાનદાર માઈલેજ

Dhruv Brahmbhatt

WhatsAppને ટક્કર આપવા Google મેદાનમાં, રજૂ કરી આ શાનદાર ચેટિંગ એપ

Bansari

Whatsapp Privacy Policy/ વોટ્સએપની પ્રાઇવસી પોલિસીની ડેડલાઈન ખતમ, હવે આ રીતે મુકશે ધીરે ધીરે પ્રતિબંધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!