GSTV

દેશમાં અહીં તૈયાર થશે વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ, 600 મેગાવોટ વિજળીનું કરશે ઉત્પાદન

Last Updated on February 22, 2021 by Pravin Makwana

મધ્યપ્રદેશ વિધાનસભાના 33 દિવસના (22 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી) બજેટ સત્ર સોમવારથી શરૂ થઇ ગયું છે. સત્રની શરૂઆતમાં રીવાના દેવતાલાબથી ભાજપના ધારાસભ્ય ગિરીશ ગૌતમને વિધાનસભાના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. તેઓ આ પદ માટે કોઇ પણ જાતના વિરોધ વગર પસંદ થયા છે. ત્યાર બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલનું ભાષણ થયું. રાજ્યપાલનું ભાષણ સમાપ્ત થયા બાદ વિધાનસભાની કાર્યવાહી મંગળવારના રોજ સવારના 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.

પ્રોજેક્ટમાં અંદાજે 3000 કરોડનું રોકાણ

રાજ્યપાલના ભાષણમાં એવી જાણકારી આપવામાં આવી છે કે, વિશ્વ બેંક ઓંકારેશ્વરમાં સોલર પ્રોજેક્ટ માટે સર્વે કરાવી રહી છે, જે બનીને તૈયાર થયા બાદ વિશ્વની સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજના હશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે, આ એક ફ્લોટિંગ સોલર એનર્જી પ્રોજેક્ટ હશે કે જે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી પર બનેલ ઓંકારેશ્વર બંધના જળાશયમાં બનશે. 600 મેગાવોટના આ પ્રોજેક્ટમાં 3000 કરોડ રૂપિયાના રોકાણની આશા છે.

પ્રથમ ચરણના સર્વેનું કાર્ય પૂર્ણ થઇ ચૂક્યું

ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, વર્લ્ડ બેંક અને પાવર ગ્રિડએ વિશ્વના આ સૌથી મોટા ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટના વિકાસમાં સહયોગ માટે પોતાની સૈદ્ધાંતિક સહમતિ આપી દીધી છે.પ્રોજેક્ટ માટે ફર્સ્ટ ફિઝિબિલિટી સ્ટડી (Feasibility Study) વિશ્વબેંકના સહયોગથી પૂર્ણ થઇ ગઇ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2022-23 સુધી વિજળી ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે.

શું છે ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટની ખાસિયત?

મધ્ય પ્રદેશના નવીન અને નવકરણીય ઉર્જા મંત્રી હરદીપ સિંહ ડંગએ જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે, ‘પાવર ગ્રિડ દ્વારા પ્રોજેક્ટ એરિયાથી ખંડવા સબ-સ્ટેશન સુધી ટ્રાન્સમિશન લાઇન રૂટ સર્વેનું કાર્ય શરૂ કરી દેવાયું હતું, જે હવે સમાપ્તિની નજીક છે. આ પ્રોજેક્ટના કારણે ક્ષેત્રના પર્યાવરણ અને સમાજ પર પડનારા પ્રભાવ સંબંધી અધ્યયન માટે પણ ટેન્ડર જારી કરવામાં આવી રહ્યાં છે. મધ્યપ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની દ્વારા પ્રોજેક્ટથી 400 મેગાવોટ વિજળી ખરીદવાની સહમતિ આપી દેવાઇ છે.’

એવું અનુમાન છે કે, અંદાજે 2 વર્ષમાં આ પ્રોજેક્ટ થઇ જશે પૂર્ણ

આ પ્રોજેક્ટ અંતર્ગત ઓંકારેશ્વર બંધના બેકવૉટરમાં 600 મેગાવોટ વિજળી ઉત્પાદન ક્ષમતાના ફ્લોટિંગ સોલર પેનલ તરશે. એવું અનુમાન છે કે, 2 વર્ષમાં પ્રોજેક્ટથી સસ્તી અને ગુણવત્તાપૂર્ણ વિજળી મળવા લાગશે. સૂર્યના કિરણોથી સતત વિજળીનું ઉત્પાદન થતું રહેશે.

READ ALSO :

Related posts

દાવ થઈ ગયો/ પતિ સાથે ઝઘડો થયો તો પત્નીએ મિલાવટની પોલ ખોલી નાખી, ખાદ્ય વિભાગને કહ્યું-પતિ બનાવે છે નકલી ઘી

Pravin Makwana

Free Ration News : મફત અનાજ મેળવવા બસ કરો આ કામ, સરકારે ગરીબોને આપી રાહત

Vishvesh Dave

USAમાં વેપારની તક : અહીં બેઠા અમેરિકામાં વેચાણ કરવું છે? Walmart આપે છે, માર્કેટમાં પ્રવેશવાનો વિકલ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!