GSTV
Home » News » 28 વર્ષ પહેલાં આઝાદ થયો આ દેશ, અહીં વ્યક્તિદીઠ આવક છે 6.39 લાખ અને બાળકોને 15 વર્ષ સુધી ફ્રી શિક્ષા

28 વર્ષ પહેલાં આઝાદ થયો આ દેશ, અહીં વ્યક્તિદીઠ આવક છે 6.39 લાખ અને બાળકોને 15 વર્ષ સુધી ફ્રી શિક્ષા

દુનિયામાં ઘણા એવાં દેશો છે જ્યાં શિક્ષા માટે ઘણા સારા નિયમો અને કાયદાઓ બનેલા  છે. એવાં દેશો છે જ્યાં વ્યક્તિદીઠ આવક ચોંકાવનારી છે. એવાં દેશ જે આઝાદ થયા બાદ થોડા જ વર્ષેમાં એવાં દેશો કરતાં આગળ નીકળી ગયો છે જેમને ઘણા વર્ષો પહેલાં આઝાદી મળી હતી. આજે તમને એવાં દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ દેશ વિશે જાણીને તમને ઘણી રોચક જાણકારીઓ મળશે.

જે દેશની વાત કરું છું, તેનું નામ છે સ્લોવેનિયા. આ એક ગણરાજ્ય છે જે મધ્ય યુરોપમાં હાજર એલ્પ્સની પર્વતમાળા સાથે જોડાયેલો છે. સ્લોવેનિયા ઘણા દેશો અને સાગરની સાથે પોતાની સીમા શેર કરે છે. તેનાં ઉત્તરમાં ઓસ્ટ્રિયા, ઉત્તર-પૂર્વમાં હંગરી, દક્ષિણ-પૂર્વમાં ક્રોએશિયા, પશ્વિમમાં ઈટલી અને દક્ષિણ-પશ્વિમમાં એડ્રિયાટિક સાગર છે.

સ્લોવેનિયા પહેલાં યુગોસ્લાવિયાને આધીન હતુ. આ દેશ 25 જૂન 1991માં યૂગોસ્લાવિયાથી આઝાદ થયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં એટલેકે, 28 વર્ષોમાં આ દેશે ઘણી પ્રગતિ કરી છે.

20 હજારથી વધારે વર્ગ કિલોમીટરનાં ક્ષેત્રમાં ફેલાયેલો આ દેશ જળ પર્યટન માટે ઘણો ફેમસ છે. દૂરનાં દેશોમાંથી લોકો અહીં ફરવા માટે આવે છે. સ્લોવેનિયાનાં લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત પર્યટન છે. આ દેશનો 60 ટકા હિસ્સો જંગલોથી ઘેરાયેલો છે.

આ દેશની જનસંખ્યા 20 લાખની આસપાસ છે. સ્લોવેનિયામાં જૂના ક્ષેત્રોમાં જે ઈમારતો બનેલી છે, તે ઈટાલિયન શૈલીની છે. મુખ્યરૂપથી અહીંનાં લોકો સ્લોવેનિયાઈ ભાષા બોલે છે. અહીંની મુદ્રા યુરો છે.

યૂગોસ્લાવિયાથી આઝાદ થયા બાદ થોડા વર્ષો સુધી સ્લોવેનિયાની આર્થિક સ્થિતી સારી ન હતી. ત્યાર બાદ દેશે તેજીથી પ્રોગ્રેસ કર્યો હતો. થોડા ક જ વર્ષોમાં સ્લોવેનિયા સમકાલીન પૂર્વ યુરોપનાં સમાજવાદ પ્રભાવિત દેશોની વચ્ચે એક મજબૂત ઈકોનોમી બનીને ઉભરી આવી છે. આજે આ દેશમાં વ્યક્તિદીઠ આવક 6.39 લાખ રૂપિયા છે. જ્યારે ભારતમાં વ્યક્તિદીઠ આવક 10,594 રૂપિયા છે. (માર્ચ 2019માં રજૂ કરાયેલાં આંકડાઓ મુજબ)

સ્લોવેનિયામાં લોકો શિક્ષાને લઈને બહુજ સતર્ક અને જાગૃત છે. આ દેશમાં 15 વર્ષની ઉંમર સુધી બાળકોને ફ્રીમાં શિક્ષા આપવામાં આવે છે. 15 વર્ષ સુધી બાળકો માટે ભણતર અનિવાર્ય પણ કરવામાં આવ્યુ છે. જોકે, ઉચ્ચ શિક્ષા લેનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. લગભગ 36 ટકા લોકો જ ઉચ્ચ શિક્ષા લે છે. સ્લોવેનિયામાં ફક્ત બે યુનિવર્સિટી છે.

આ દેશમાં રહેતાં લગભગ 71 ટકા લોકો રોમન કેથલિક છે. અહીંનાં લોકો પહાડ ચડવાનું અને લાંબી સમુદ્ર યાત્રાઓ પસંદ કરે છે. તેઓ સાહસિક ખેલોનાં પણ શોખીન છે. માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરનારો પહેલો વ્યક્તિ સ્લોવેન આ દેશનો જ રહેવાસી હતો. એટલું જ નહી, સ્લોવેન દુનિયાનાં બધા જ સાત મહાદ્વીપોની સૌથી ઉંચા પહાડો પર ચડાઈ કરનારા પહેલાં વ્યક્તિ હતા.

સ્લોવેનિયાનો લગભગ 27 હજાર કિલોમીટરનો ક્ષેત્ર નદીઓ, ધારાઓ અને અન્ય જળસ્ત્રોતોથી પરિપૂર્ણ છે. આ દેશમાં લગભગ 260 ઝરણા છે. સૌથી ઉંચા ઝરણાનું નામ બોકા છે. તે 106 મીટર ઉંચુ છે.

READ ALSO

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!