GSTV

ભારતમાં 3 કંપનીઓ કરી રહી છે કોરોના વેક્સીન તૈયાર, બે રસી પ્રથમ તબક્કામાં અને ત્રીજી ત્રીજા તબક્કામાં

કોરોના વાયરસની રસી બનાવવા માટે આખી દુનિયાના દેશો તૈયારી કરે છે. તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચેરીએ સ્પષ્ટતા કરી છે કે, કોરોના વાયરસના જીનોમમાં ભારતમાં કોઈ ફેર પડ્યો નથી. તેથી તેના પર બનેલી રસી ભારતમાં અસર કારક રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયા બાદ વડાપ્રધાનની કચેરીએ આ નિવેદન બહાર પાડ્યું છે. ભારતમાં 3 કંપનીઓ કોરોનાની વેક્સીન તૈયાર કરી રહી છે, જેમાં બે રસી પ્રથમ તબક્કામાં છે અને એક રસી ત્રીજા તબક્કામાં છે.

હમણા થયેલા બે અભ્યાસમાં એવું જણાયું હતું કે, આનુવાંશિક રૂપ સ્થિર છે. જેમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. મોટો બદલાવ એટલે કે મ્યૂટેશન નથી થયું. કેટલાંક નિષ્ણાંતો એવું માને છે કે વિશ્વમાં જે સંશોધનો થયા તેમાં આવું જણાયું હતું કે, કોરોના વાયરસ પહેલા હતા એવા હવે નથી. તેથી રસી તૈયાર કરાશે તો પણ તેની કોઈ અસર નહીં થાય.

READ ALSO

Related posts

દેશભરમાં હજારો મુસ્લિમો આવ્યા રોડ પર, ફ્રાંસનો ધ્વજ સળગાવી આપી આ ચેતવણી

Karan

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા: આતંકી ઠેકાણાના પર્દાફાશ કરી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા

pratik shah

દલિત સરપંચના પતિની હત્યા/ અમેઠીમાં મહિલા સરપંચના પતિને જીવતો સળગાવી દીધો, સ્મૃતિ ઈરાનીએ દખલ કરતા 3ની થઈ ધરપકડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!