GSTV

એચ 1 બી વિઝાના નિયમોમાં ફેરફારથી અમેરિકામાં નોકરી મેળવવી મુશ્કેલ બનશે, ભારતીય અને અમેરિકન કંપનીઓને થશે મોટી અસર

વિઝા

Last Updated on October 16, 2020 by Bansari

એચ -1 બી વિઝા અમેરિકન કંપનીઓમાં બીજા દેશના કુશળ કર્મચારીઓને કામમાં રાખવા માટે આપવામાં આવે છે. આ વિઝા છ વર્ષ છે. અમેરિકન કંપનીઓની માંગને કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સને આ વિઝા સૌથી વધુ મળે છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા બે નવા નિયમો કરવામાં આવ્યા છે, જેનાથી એમ્પ્લોયરોને વિઝા પર ઇમિગ્રન્ટ્સની ભરતી કરવામાં મુશ્કેલી થશે.

6 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે પગારમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ નિયમોમાં ફેરફાર કર્યા છે. જેથી લાયકાત ઓછી હોય તેમને નોકરી નહીં મળે. અમેરિકામાં કામ કરી રહ્યાં છે તેમને પણ અસર થશે. આ નિયમોને કોર્ટમાં પડકારવામાં આવે તેવી સંભાવના છે. કારણ કે નવા નિયમો અને નવી એજન્સીઓ નક્કી કરી છે તે પહેલાં તે અંગે જાહેર સુનાવણી થવી જવી જોઈતી હતી તે થઈ નથી. અમેરિકાની સરકાર જો યોગ્ય જવાબ નહીં આપી શકે તો નવા નિયમો રદ થઈ શકે છે.

એચ 1 બી વિઝા અમેરિકન આઈ ટી કંપનીઓ વધારે ઉપયોગ કરી રહી હતી. કારણ તે અમેરિકનોને છૂટા કરીને ભારતીઓને નોકરીએ રાખવામાં આવે છે. તેથી નવા નિયમોના સૌથી વધું અસર ભારતીય કંપનીઓને પડે છે. એચ -1 બી વિઝા માટે ભારતીય સૌથી વધુ અરજદારો છે. ગયા વર્ષે, એચ -1 બી વિઝા અરજીઓનો 75 ટકા હિસ્સો ભારતીયોનો હતો. ટીસીએસ, ઇન્ફોસીસ, વિપ્રો અને ટેક મહિન્દ્રાના વર્ષ 2019 માં અનુક્રમે 31 ટકા, 35 ટકા, 47 ટકા અને નકારાત્મક દર 37 ટકા હતા. બીજી તરફ, એમેઝોન અને ગુગલ માટેના અરજીઓ નામંજૂર કરવાનો દર 4 ટકા હતો.

Read Also

Related posts

Scrappage Policy : નવી ગાડીઓ ખરીદવા પર મળશે વધુ છૂટ, આ તારીખથી લાગુ થઇ શકે છે નવા નિયમ

Zainul Ansari

OMG! આઇસક્રીમ અને કોલ્ડ્રિંક જેવી ઠંડી વસ્તુઓ પણ ગરમ કરીને ખાય છે, 20 વર્ષની આ યુવતીને છે દુર્લભ બિમારી

Bansari

હેલ્થ અલર્ટ / દૂધ સાથે આ વસ્તુનું સેવન કરતા હોય તો આજે જ બંધ કરી દેજો, બોડીમાં થઇ શકે છે રિએક્શન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!