GSTV
Home » News » રેતીથી બનાવી દીધું “ગેમ ઓફ થ્રોન્સ” જેવો કિલ્લો, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ દાખલ

રેતીથી બનાવી દીધું “ગેમ ઓફ થ્રોન્સ” જેવો કિલ્લો, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ દાખલ

અમેરિકાની ટેલિવિઝન સીરીઝ “ગેમ ઓફ થ્રોન્સ” દર્શકોને ઘણી પસંદ પડી રહી છે. પાત્રો સિવાય સીરીઝમાં દેખાડવામાં આવેલાં કાલ્પનિક મહેલ અને ઈમારતો પણ દર્શકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. કદાચ તેનાથી જ પ્રેરાઈને જર્મનીમાં અમુક લોકોએ રેતીમાંથી ગેમ ઓફ થ્રોન્સ જેવો કિલ્લો બનાવી દીધો છે.

આ કિલ્લો થૉમસ વેન ડંગનનાં નેતૃત્વમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેને થોમસ વેન ડંગને તેના 20 આર્ટિસ્ટ સાથીઓ સાથે મળીને બનાવ્યો છે. તેના માટે તેમની ટીમને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત પણ કરાયા છે.

આ કિલ્લાને બનાવવા માટે લગભગ 11000 ટન રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેતથી બનેલાં આ સુંદર કિલ્લાંની ઉંચાઈ લગભગ 57.95 ફૂટ(17.66 મીટર) છે.

થોમસ અને તેની ટીમે આ રેતીનાં કિલ્લાને ફક્ત 10 દિવસમાં જ તૈયાર કર્યો છે. જણાવી દઈએ કે, આ કિલ્લો બિંજમાં થવાના “સેન્ડ સ્ક્લ્પચર ફેસ્ટિવલ” માટે તૈયાર કરવામાં આવ્યો છે.

રેતીનાં આ શાહી કિલ્લાને જોવા માટે લોકોએ નવેમ્બર મહિના સુધી રાહ જોવી પડશે. તેના માટે લગભગ 650 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

READ ALSO

Related posts

યુવક તાવનો રિપોર્ટ લેવા ગયો તો લખેલું હતું, ‘તમે ગર્ભવતા છો…’

Mayur

સિરિયલોમાં “સંસ્કારી” પાત્રો ભજવતી અભિનેત્રી બહુજ બોલ્ડ અંદાજમાં મનાવી રહી છે વેકેશન

Mansi Patel

પારિવારિક ઝગડાઓથી કંટાળેલા 15 વર્ષના દીકરાએ માંગ્યું ઇચ્છા મૃત્યુ, વડાપ્રધાને દોડાવ્યા અધિકારીઓ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!