GSTV

Omicron Variant : કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ અંગે WHO એ જારી કરી ‘હાઈ રિસ્ક’ ચેતવણી

Last Updated on November 29, 2021 by Vishvesh Dave

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘Omicron’ને લઈને ઉચ્ચ જોખમની ચેતવણી જાહેર કરી છે. WHOનું કહેવું છે કે ઓમિક્રોનથી જોખમ ઘણું વધારે છે. તે આખી દુનિયામાં ફેલાઈ જવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં તેના ગંભીર પરિણામો જોવા મળી શકે છે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ ટેકનિકલ નોટ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનના મામલામાં મોટો ઉછાળો આવી શકે છે. જો આમ થશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

Omicron Variant: કોરોના વાયરસના નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન' અંગે WHO એ 'હાઈ રિસ્ક' ચેતવણી જાહેર કરી

WHOએ કહ્યું છે કે, ઓમિક્રોનમાં સ્પાઇક પ્રોટીનમાં ઘણો ફેરફાર થયો છે. જે ચિંતાનો વિષય છે. અગાઉ WHOએ કહ્યું હતું કે કોવિડ-19નું નવું સ્વરૂપ ‘ઓમિક્રોન’ ડેલ્ટા વેરિઅન્ટ સહિત અન્ય કરતા વધુ ચેપી છે કે કેમ અને તે પ્રમાણમાં વધુ ગંભીર રોગ છે કે કેમ તે ‘સ્પષ્ટ નથી’. WHOએ કહ્યું હતું કે, ઓમિક્રોન સાથે સંકળાયેલા લક્ષણો અન્ય પ્રકારોથી અલગ હોવાનું સૂચવવા માટે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

ટ્રાવેલ બેન હટાવવા માટે કહ્યું

WHO એ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટના ગંભીરતા સ્તરને સમજવામાં ઘણા દિવસોથી લઈને કેટલાંક અઠવાડિયાનો સમય લાગશે. WHO એ વિશ્વના અન્ય દેશોને અપીલ કરી છે કે તેઓ ઓમિક્રોન અંગેની ચિંતાઓને કારણે દક્ષિણ આફ્રિકાના દેશોની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ (South Africa Travel Ban) ન મૂકે.

આફ્રિકા માટે ડબ્લ્યુએચઓના પ્રાદેશિક નિર્દેશક, માત્શિદિસો મોએતીએ દેશોને મુસાફરી પ્રતિબંધો ટાળવા અને વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમોનું પાલન કરવા હાકલ કરી. તેમણે કહ્યું, મુસાફરી પ્રતિબંધોને કારણે, કોવિડ ચેપ થોડો ઘટાડી શકાય છે. પરંતુ તેનાથી લોકોના જીવન અને આજીવિકા પર ખૂબ જ ખરાબ અસર પડશે.

ભારતમાં વિનાશક બન્યો હતો ડેલ્ટા

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર પાછળનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ હતો. એટલા માટે સરકાર આ વખતે પૂરી કાળજી લઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સંશોધિત નિયમો પણ જાહેર કર્યા છે. WHO એ જણાવ્યું છે કે દક્ષિણ આફ્રિકા અને વિશ્વભરના સંશોધકો ઓમિક્રોનના ઘણા પાસાઓને વધુ સારી રીતે સમજવા માટે અભ્યાસ કરી રહ્યા છે અને જેમ જેમ માહિતી ઉપલબ્ધ થશે તેમ આ અભ્યાસોના તારણો શેર કરવાનું ચાલુ રાખશે. સંસ્થાએ તેના 194 સભ્ય દેશોને રસીકરણને પ્રોત્સાહન આપવા અને આવશ્યક આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.

WHOએ ઉપાય અપનાવવા કહ્યું

WHO એ કહ્યું છે કે, ‘માસ્કનો ઉપયોગ, શારીરિક અંતર, ઇન્ડોર જગ્યામાં વેન્ટિલેશન, ભીડથી દૂર રહેવું અને હાથની સ્વચ્છતા ઓમિક્રોન વેરિઅન્ટ્સનો ફેલાવો તેમજ SARS CoV-2 ના ચેપને ઘટાડશે.’ આ સાથે તમામ દેશોને ટ્રેસિંગ વધારવા માટે કહેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં, ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટનો કોઈ કેસ નોંધાયો નથી. જોકે, દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવેલા બે લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જેથી એ જાણી શકાય કે તેમને ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપ લાગ્યો છે કે નહીં.

દક્ષિણ આફ્રિકાની ડૉક્ટરે શું કહ્યું?

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વિશે સૌપ્રથમ ચેતવણી આપનાર ડોક્ટર એન્જેલિક કોએત્ઝી(Angelique Coetzee)એ જણાવ્યું છે કે તેણે છેલ્લા 10 દિવસમાં તેનાથી સંક્રમિત 30 લોકોની સારવાર કરી છે. સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ અને 30 વર્ષથી પ્રેક્ટિસ કરતા કોએત્ઝીએ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટના લક્ષણો એકદમ વિચિત્ર અને હળવા છે. તેણે જે દર્દીઓની સારવાર કરી તે તમામ સાજા થઈ ગયા.

ALSO READ

Related posts

કોરોનાનો કહેર / પોલીસ જવાનો પછી તબીબો પણ આવ્યા કોરોનાના સકંજામાં, સોલા સિવિલના સુપ્રીન્ડેન્ટ સહિત 12 ડોક્ટરો થયા સંક્રમિત

GSTV Web Desk

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!