GSTV

રાહતના સમાચાર / ક્યા દેશને ક્યારે અને કેટલી મળશે કોરોના વેક્સિન ? WHOએ પ્લાન કર્યો તૈયાર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસની વેક્સિન વિતરણની યોજનાનુ જાહેરાત કરી દીધી છએ. વિવિધ દેશોના સમય ઉપર વેક્સિન દેવા માટે ડબલ્યુએચઓએ કોવૈક્સને લોન્ચ કરી છે. કોવૈક્સના માધ્યમથી વૈક્સિનનું વિતરણ થશે. અત્યારસુધીમાં દુનિયાના 150 દેશ કોવૈક્સ ગઠબંધન સાથે જોડાઈ ચુક્યાં છે. જો કે, WHOએ અન્ય ધનવાન દેશોને પણ કોવૈક્સમાં શામેલ થવા માટે અપીલ કરી રહ્યું છે.

વેક્સિનની શોધ, ઉત્પાદન અને વિતરણના ઉદ્દેશ્ય સાથે કોવૈક્સ ગઠબંધન તૈયાર કરવામાં આવ્યું છે. તે હેઠળ અમીર અને ગરીબ દેશ એકી સાથે પૈસા જમા કરાવીને ખરીદી કરી શકશે. તેનો ઉદ્દેશ્ય તે પણ છે કે, વૈક્સિનની સંગ્રહખોરી ન થાય અને તેમાં શામેલ તમામ દેશોને હાઈ રિસ્ક કૈટેગરીના લોકોને પહેલા વૈક્સિન મળી જાય.

અત્યારસુધીમાં 64 અમીર દેશો કોવૈક્સનો ભાગ બની ચુક્યું છે. અમેરિકાએ તેનો ભાગ હોવાની ના પાડી દીધી છે. ચીન અને રશિયા પણ હજુ સુધી તેની સાથે જોડાયા નથી. પરંતુ બ્રિટન અને જર્મની જેવા દેશો તેનો ભાગ બન્યાં છે. WHOને આશા છે કે, 24 અન્ય અમીર દેશ આવનારા દિવસોમાં તેની સાથે જોડાશે. તો WHO કોવૈક્સ એડવાંસ માર્કેટ કમિટમેન્ટના માધ્યમથી સહયોગી દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

જેવી રીતે એક સુરક્ષિત અને પ્રભાવી કોરોના વેક્સિન મળી જશે, કોવૈક્સના માધ્યમથી વૈક્સિનને તમામ દેશોને મળવા લાગશે. WHOને તેના માટે બે ફેઝ પ્લાન તૈયાર કર્યાં છે. પહેલા ફેઝમાં દરેક સદસ્ય દેશને તેની આબાદીના 3 ટકા લોકો માટે વેક્સિનના ડોઝ દેશે જે આગળ ચાલીને 20 ટકા સુધી વધશે.

આબાદીના 20 ટકા લોકોને વેક્સિન સપ્લાઈ કર્યાં બાદ પણ સપ્લાઈ સીમિત રહે છે તો ફેઝ-2પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. જે હેઠળ જે દેશમાં જોખમ વધારે હશે તેને વેક્સિનના ડોઝ દેવામાં આવશે. દરેક દેશોને આ અધિકાર મળશે કે તે પોતે નક્કી કરી શકશે તેની આબાદીમાં કેટલા લોકોને પહેલા વેક્સિન દેવામાં આવે. જો કે, તેની પાછળનો વિચાર એ છે કે શરૂઆતમાં આબાદીના 3 ટકા લોકોને વેક્સિન મળશે. તેમાં મેડિકલ વર્ક્સ અને અન્ય હાઈ રિસ્ક કૈટગરીના લોકોને પહેલા વેક્સિન દેવામાં આવશે.

જો કે, કેટલાક એક્સપર્ટે WHOના મોડલની આલોચના પણ કરી છે. કેટલાક એક્સપર્ટ્સનું માનવું છે કે, જો ઉદાહરણ સમજીએ તો ન્યુઝીલેન્ડ અને પપુઆ, ન્યુગિની, બંને દેશોની કુલ આબાદીના 3 ટકા લોકોને શરૂઆતમાં વેક્સિન દેવામાં આવશે જે તાર્કિક નથી. એક્સપર્ટનું કહેવું છે કે, એક અમીર દેશના ડોક્ટર, એક ગરીબ દેશના સામાન્ય વ્યક્તિના પ્રમાણમાં ઓછા જોખમની સ્થિતિમાં હોઈ શકે છે.

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!