એક બાજુ ભારત સહિતના વિશ્વના દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો જેના પગલે વિશ્વ આરોગ્ય સંસ્થા કોરોનાને મહામારી જાહેર કર્યો હતો આ સ્થિત વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી મંકીપોક્સ આફ્રિકા, ભારત સહિત 42 દેશોમાં ફેલાયો છે અને અત્યાર સુધીમાં 3417 લોકો સંક્રિમત થયા છે પરિણામે વિશ્વ આરોગ્ય નેટવર્ક (WHN), વૈજ્ઞાનિક અને નાગરિક ટીમોના વૈશ્વિક સહયોગે ગુરુવારે મંકીપોક્સને મહામારી જાહેર કરી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની આજે યોજાનારી બેઠક પહેલા આ જાહેરાત કરવામાં આવી છે. WHN એ વેબસાઈટ મંકીપોક્સમીટરને ટાંકીને, જે ચેપના કેસોને ટ્રેક કરે છે, તે કહે છે કે હવે 58 દેશોમાં મંકીપોક્સના 3,417 પુષ્ટિ થયેલા કેસો છે, અને રોગચાળો ઘણા ખંડોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ડબલ્યુએચએનએ મંકીપૉક્સથી બચવા માટે ડબલ્યુએચઓ અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણન અન્ય સંગઠનો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા કહ્યું છે. મૃત્યુદર ભલે ઓછો હોય પરંતુ તેને ફેલાતો અટકાવવા માટે નિશ્ચિત પગલા નહીં લેવાય તો લાખો લોકોના મોત થઈ શકે છે એટલું જ નહીં સંક્રમિત લોકો આંધણા અને વિકલાંગ થઈ જશે.
READ ALSO:
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, 9 વાગ્યે મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે
- પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન
- નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ
- એકનાથ શિંદે ગ્રુપના બાગી ઉમેદવારોને ન મનાવી શક્યા ઉદ્ધવ ઠાકરે, ફ્લોર ટેસ્ટ ટાળવા સરકારની સુપ્રીમ સુધી લડાઈ