GSTV

Gold is Gold / ભારતીય પ્રજાનો સોનામા અતૂટ વિશ્વાસ, ફૂગાવો જો 1 ટકા વધે તો સોનાની ડિમાન્ડ 2.6 ટકા વધે છે!

gold

Last Updated on October 19, 2021 by Lalit Khambhayata

ભારતીય પ્રજાનો સુવર્ણપ્રેમ જાણીતો છે. સરેરાશ નાગરિકો થોડી બચત થાય તો સોના-Goldમા જ રોકાણ કરવાનું પસંદ કરે છે. હવે નાણા રોકાણના ઘણા વિકલ્પો છે, પરંતુ સોના પ્રત્યેની લોકોની શ્રદ્ધા ઓછી થઈ નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ આજે ભારતીય સોના બજારના ઉંડાણપૂર્વકના વિશ્લેષણની શ્રેણીનો સર્વપ્રથમ અહેવાલ ‘ધ ડ્રાઈવર્સ ઓફ ઇન્ડિયન ગોલ્ડ ડિમાન્ડ’ રજૂ કર્યો છે. તેમાં 1990થી લઇને 2020 સુધીની તારીખો સહીત છેલ્લા ત્રણ દાયકાના વાર્ષિક ડેટાને ધ્યાને લઈને એક ઇનોનોમેટ્રિક મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી ભારતમાં સોનાની માગને આગળ વધારવાના મુખ્ય પરિબળો ક્યા છે, તે સામે લાવવામાં મદદ મળી છે

આ અહેવાલમાં સોનાની માગને વજન અને તેની ગુણવત્તા એમ બંને બાબતોમાં મૂલ્યાંકન કરીને જોવામાં આવ્યું છે. ભારતમાં સોનાની માગએ લાંબાગાળાના અને ટૂંકાગાળાના સમયગાળાના વિશ્લેષણ પર આધારીત છે, ઉપરાંત દેશમાં સોનાની માગને ઉભી કરવામાં વસ્તી સંબંધિત, સોશિયો-ઇકોનોમિક અને સંબંધિત વિકાસમાં હાલના તથા ભવિષ્યના વિકાસને પણ ધ્યાને લેવામાં આવ્યો છે.

સોનાની ડિમાન્ડને અસરકર્તા પરિબળો

 • આવકઃ માથાદિઠ કુલ રાષ્ટ્રિય આવકમાં 1 ટકા વધારાની સાથે સોનાની માંગ 0.9 ટકા વધે છે
 • સોનાના ભાવની સ્થિતિઃ રૂપિયા આધારીત સોનાની કિંમતમાં 1 ટકા વધારાની સાથે માંગમાં 0.4 ટકાનો ઘટાડો જોવા મળે છે
 • સરકારી વસૂલાતઃ આયાત જકાત અને અન્ય ટેક્સ પણ લાંબાગાળાની માંગને અસર કરે છે, પણ તે સોનાની ખરીદી ઘરેણાંમાં કે લગડી કે સિક્કા કઈ રીતે થાય છે, તેના આધારે તેની માત્રામાં પણ ફેરફાર થાય છે.
 • ફૂગાવોઃ સમગ્ર વિશ્વના રોકાણકારોની જેમ ભારતના બચતકર્તા પણ ફૂગાવાની સામે હેજ કરવા સોના તરફ વળે છે. ફૂગાવામાં દર 1 ટકાના વધારાની સાથે સોનાની માંગ 2.6 ટકા વધે છે.
 • સોનાના ભાવમાં બદલાવઃ સ્થિર ભાવ વધારો કે ઘટાડે લાંબાગાળાની માંગને અસર કરે છે, પણ ભારતમાં અચાનક આવતો વધારો કે ઘટાડોએ ટૂંકાગાળાની માંગને અસર કરે છે. કોઇપણ વર્ષ દરમિયાન સોનાના ભાવમાં 1 ટકા ઘટાડાથી માંગ 1.2 ટકા વધે છે.
 • કરવેરાનો અમલઃ 2012થી જે આયાત જકાતનો દર વધારવામાં આવતા, સોનાની માંગ પ્રતિવર્ષ 1.2 ટકા ઘટી છે
 • અતિભારે વરસાદઃ ભૂતકાળમાં ચોમાસાની અસર માંગ પર ઓછી જોવા મળતી હતી, પણ તે ગ્રાહકોના વર્તન પર હજી અસર કરે છે. વરસાદમાં 1 ટકા વધારાને પગલે લાંબાગાળાની સરેરાશની તુલનામાં સોનાની માંગ 0.2 ટકા જેટલી વધે છે

ઇકોનોમેટ્રિક વિશ્લેષણમાં જણાવ્યા અનુસાર, “ભારતમાં લાંબાગાળાની સોનાની માગને આવકમાં વધારો સૌથી વધુ અસર કરે છે, જે ભારતની સોનાની માગ માટે સારુ પણ છે, કેમકે તે વસ્તીની રીતે દેશના અર્થતંત્રની મજબુતી દર્શાવે છે. જો કે, ટૂંકાગાળામાં માગમાં ઘણા પડકારો છે, જેમાં ઘર-ઘરની બચતદરથી લઇને કૃષિ વેતનમાં ઘટાડા સુધીનો સમાવેશ થાય છે, ઉપરાંત પોલિસીના પગલાની પણ અસર થાય છે, હાલમાં પોલિસી મેકર્સમાં સોનાની માગના દ્રષ્ટિકોણનો અભાવ જોવા મળી રહ્યો છે, કેમકે હાલ તેઓ ફક્ત આયાતના પરિમાણથી જ જોઈ રહ્યા છે. આ અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, ગ્રાહકોનો વિશ્વાસ, પારદર્શિતા અને જાગૃતતા વધારવાનો પ્રયાસ ઉદ્યોગો દ્વારા કરવો જરૂરી છે.

ભારતમાં ભવિષ્યમાં સોનાની માંગનો અંદાજ

 • કોવિડ-19ની સામે ભારતની લાંબી લડતને પગલે આ વર્ષની તુલનામાં સોનાની માંગ ઘટી શકે છે
 • જો કે, આવક હજી પણ મજબુત રહેવાની સંભાવના છે અને છૂટક માંગમાં પણ ઉછાળો જોવા મળશે, કેમકે સમગ્ર દેશમાંથી લોકડાઉન ધીમે-ધીમે ખૂલી રહ્યું છે
 • 2022માં આર્થિક વૃદ્ધિ અને સોનાની માંગ પેન્ટ-અપની માંગ પર અસરે મજબૂત સમયગાળાની શરૂઆત થવાની સંભાવના છે, તેમ છતા પણ જો ભવિષ્યમાં કોરોના વાઈરસનો ફરી ફેલાવો થાય તો અનિશ્ચિતતા ઉભી થઈ શકે છે.
 • આગળ જોઈએ તો, એવું લાગી રહ્યું છે કે, વધુ પારદર્શક, વધુ નિશ્ચિત અને વૈશ્વિક પીયર્સની સાથે સંયોજન મેળવવા માટે ઉદ્યોગો પગલા લઈ શકે છે, ભારતીય સોનાની બજારને સકારાત્મક વસ્તી વિષયક માંગ અને સોશિયોઇકોનોમિક બદલાવનો લાભ મળી શકે છે.

સમગ્ર ભારતમાં લાંબાગાળાથી સોનાને એક મૂલ્યવાન સંપતિ તરીકે લાંબા સમયથી પકડેલી સ્થિતિને જાળવી રાખે છે

 • વિશ્વાસઃ ફરજિયાત હોલમાર્કિંગ, સોનાની લગડી માટેના સારા ડિલિવરીના માપદંડ અને એક ગોલ્ડ સ્પોટ એક્સચેંજે ભારતીય સોનાની બજારમાં એક વિશાળ બદલાવ લાવશે, જે ગ્રાહકો અને રોકાણકારોમાં એક વિશ્વાસ ઉભો કરશે.
 • શિક્ષણ અને જાગૃતતાઃ નાની-નાની પણ વૃદ્ધિ થતી પ્રોડક્ટને સમાવિષ્ટ કરીને કઈ રીતે સોનાને ખરીદવી તેનું એક ઓર્કેસ્ટ્રેડ કેમ્પેઇન ઘણા ઉભરતા સોનાના રોકાણકારોને પ્રેરિત કરી શકે છે. ટેલિવિઝન પર પણ સોનાની કિંમતમાં કઈ રીતે વધઘટ થાય છે, તે દર્શાવવું જોઈએ.
 • નવીનતાઃ ઓનલાઈન પ્લેટફોર્મ્સ, રોબો-એડવાઈઝર્સ, મોબાઈલ એપ્લિકેશન્સ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ જેવા ડિઝીટલ ટૂલ્સએ એક્સેસિબિલિટીને આગળ વધારે છે અને સોનાને અન્ય રોકાણની મિલ્કતથી આગળ મૂકે છે
સોનુ

સામાન્ય રીતે, સોનાના ઘરેણાની માંગએ લાંબાગાળાના પરિબળો પર આધારીત છે, જ્યારે સોનાની લગડી અને સિક્કાની માંગએ ફૂગાવો કે કરવેરા જેવા ટૂંકાગાળાના પરિબળો પર આધારીત છે

ગ્રામ્ય અને શહેરી ગ્રાહકોની વચ્ચેની વપરાશની પેટર્ન પણ અલગ-અલગ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સોનાના આભૂષણોને રોકાણ અને શણગાર બંને માટે ધ્યાને લેવામાં આવે છે. જ્યારે શહેરોમાં લગડી અને સિક્કાઓને રોકાણ માટે પસંદ કરવામાં આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સોમાસુંદરમ કહે છે, “અમારું આ તાજેતરનું સંશોધન જણાવે છે કે, ભારતમાં સોનાની માગ આગળ વધવાના ઘણા કારણો છે, તેમાં પણ સાંસ્કૃતિક સમાનતા, લાંબા સમયથી ચાલતી પરંપરા અને તહેવારો પર અપાતી ભેટએ નોંધપાત્ર ભાગ ભજવે છે. જો કે, આ બધામાં ગુણવત્તાની સાથે જથ્થાબંધ બાબત પણ વેગ આપે છે, છેલ્લા ત્રણ દાયકાથી ભારતમાં જે બાબત સંયુક્ત રીતે સોનાની માગને આકાર આપે છે, તેમાં સ્થાનિક આવક, સોનાનો ભાવ અને ફૂગાવાનો સમાવેશ થાય છે, જે આજના સમયમાં પણ ભારતીય રોકાણકર્તાને અસરકર્તા પરિબળો છે. આ અહેવાલએ સંયુક્ત ઇકોનોમેટ્રિક વિશ્લેષણ પર આધારીત છે, જેમાં ટૂંકાગાળા અને લાંબાગાળાની ભારતીય સોનાની માગને આગળ ધપાવતા પરિબળોને દર્શાવે છે, જે આજે અને ભવિષ્યમાં પણ સોનાની માગને સમજવામાં મદદ કરે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ખાતે અમને વિશ્વાસ છે કે, આ તારણો અમારા નિર્ધારોને મજબુત બનાવવા તથા ભવિષ્યની માગને આકર્ષિત રીતે ટકાવી રાખવા અને નવી રીત વિકસાવવાના ઔદ્યોગિક વ્યૂહ રચનાને આકાર આપવામાં મદદરૂપ બનશે.

Related posts

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!