GSTV
Business Trending

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ તેજી પર, ભારતમાં પણ પહોંચ્યું વિક્રમી સપાટી પર

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં તેજી માટે અત્યારે કોઈ નવું કારણ શોધવાની જરૂર નથી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વકરી ગયું છે. ગત સપ્તાહના અંતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતી ૩૦૦ અબજની ચીજો ઉપર ૧૦ ટકા ટેરીફ લાદ્યા હતા. આ પછી તેમણે વધુ ટેરીફ લડવાની ધમકી પણ ઉચ્ચારી છે. સોમવારે ચીને અમેરિકાથી કૃષિ ચીજોની આયાત બંધ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ બધી સ્થિતિમાં ચીનનું ચલણ યુઆન ૭ની સપાટી તોડી ડોલર સામે નબળું પડતા હવે બજારમાં સોનું અને વધારે સલામત રોકાણ માટે દોડદોડ ચાલી રહી છે.

ન્યુયોર્ક ખાતે સોનાના ભાવ અત્યારે ૧.૩૯ ટકા વધી ૧૪૭૭.૩૫ ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યા છે. હાજર બજારમાં સોનાનો ભાવ ૨૫.૩૦ ડોલર વધી ૧૪૬૬.૩૦ ડોલર છે. બન્ને સપાટી મે ૨૦૧૩ પછીને એટલે કે છ વર્ષની ઉંચી સપાટી છે. કેનેડામાં ભાવ ૧૯૧૦.૪૦ કેનેડીયન ડોલર પ્રતિ ઔંસ છે જે સૌથી ઉંચો ભાવ છે. ભારતમાં હાજર અને વાયદામાં સોનાનો ભાવ સૌથી ઉંચી સપાટીએ છે. ભારતમાં સોનું વિક્રમી સપાટીએ, ચાંદી પણ ઉછળી ભારતીય બજારમાં હાજર અને વાયદામાં સોનાના ઐતિહાસિક રીતે સૌથી ઉંચી સપાટીએ બંધ આવ્યા હતા. મુંબઈ ખાતે હાજરમાં સોનું રૂ.૬૯૫ વધી રૂ.૩૯,૬૩૫ પ્રતિ ૧૦ ગ્રામ અને વાયદામાં રૂ.૬૨૬ વધી રૂ.૩૬,૨૦૩ની સપાટીએ બંધ આવ્યા હતા.

સોનાના ભાવમાં વૃદ્ધિની સાથે મુંબઈમાં ચાંદી પણ રૂ.૧૧૯૦ વધી રૂ.૪૩,૨૯૦ પ્રતિ કિલો રહી હતી. અમદવાદ ખાતે સોનું રૂ.૬૫૫ વધી રૂ.૩૭,૪૨૫ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ.૧૧૪૫ વધી રૂ.૪૩,૪૪૫ પ્રતિ એક કિલોના ભાવ રહ્યા હતા. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૬૧૯૨ ખૂલી, ઊપરમાં રૂ.૩૬૨૫૦ અને નીચામાં રૂ.૩૬૦૨૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૨૬ વધીને રૂ.૩૬૨૦૩ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૩૩ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૨૯૦૨૪ અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૦ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૩૬૫૫ થયા હતા, જ્યારે સોનું-મિની ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૬૫૦ વધીને બંધમાં રૂ.૩૬૩૫૫ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૧૫૧૯ ખૂલી, ઊપરમાં રૂ.૪૨૪૯૩ અને નીચામાં રૂ.૪૧૫૧૯ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૮૩ વધીને રૂ.૪૨૪૪૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ રૂ.૧૦૭૭ વધીને રૂ.૪૨૪૫૫ અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ રૂ.૧૦૭૦ વધીને રૂ.૪૨૪૫૩ બંધ રહ્યા હતા. માસિક ધોરણે ભારતમાં સોનાની આયાત ત્રણ વર્ષના તળીયે જુલાઈ મહિનામાં ભારતની સોનાની આવક છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછી નોંધાઈ છે.

rbi gold holders

વેપારીઓ અને બજાર વિશ્લેષકોના મતે ઊંચા ભાવના કારણે સ્થાનિક બજારમાં ગ્રાહકો ખરીદીથી દુર થઇ રહ્યા હોવાથી તેની અસર પડી રહી છે. જુલાઈ મહિનામાં ભારતની સોનાની યાત માત્ર ૨૦.૪ ટન રહી છે એટલે કે તે ૬૯ ટકા ઘટી છે કારણ કે જુલાઈ ૨૦૧૮માં આયાત ૬૫.૬ ટન હતી. દર મહીને સોનાની કુલ આયાત થાય છે તેમાં માર્ચ ૨૦૧૬ પછી આ સૌથી ઓછો જથ્થો આયાત થયો હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. માર્ચ ૨૦૧૬માં કેન્દ્ર સરકારે બજેટમાં સોના ઉપર લાદેલી એકસાઈઝના વિરોધમાં વેપારીઓએ હડતાલ પાડી હોવાથી બજાર બંધ રહ્યા હતા અને આયાત ઘટી હતી.

જોકે, ભારતમાં જાન્યુઆરી થી જુલાઈ ૨૦૧૯ના કુલ સાત મહિનાના ગાળામાં સોનાની કુલ આયાત ૨૦ ટકા વધી ૪૯૨.૩૦ ટન રહી છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ જૂન મહિનાથી વધવાના શરૂ થયા હતા અને તે છ વર્ષની ઉંચાઈછે જયારે ભારે ભારતમાં તે રૂ.૩૭,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે. ઊંચા ભાવે ભારતમાં ગ્રાહકો ખરીદીથી દુર રહે છે અને તેના કારણે હજુ પણ આયાત ઘટી શકે છે. ભારતમાં લોકો ઊંચા ભાવે પોતાનું સોનું વેચવા બજારમાં આવે છે અને આ વર્ષે લગભગ ૧૦૦ ટન જેટલું સોનું આ રીતે બજારમાં વેચાય તેવી શક્યતા છે એટલે આયાત હજુ પણ ઘટી શકે છે.

Read Also

Related posts

સૈયા દિલ મેં આના ફેમ અંજલિ અરોરા ફેક MMS કાંડ, વીડિયો વાયરલ થતાં રડતી આંખે કહ્યું ઈજ્જત સાથે તો ના રમત કરોઃ આવી છે સમગ્ર ઘટના

Binas Saiyed

‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના

Binas Saiyed

સાવધાન/ એક વાર પીઝા ખાવાથી જીવનની 7.8 મિનિટની ઉંમર થાય છે ઓછી, લાંબુ જીવન જીવવું હોય તો આ વસ્તુઓથી બનાવી લેજો દૂરી

Hardik Hingu
GSTV